આવી છે ગરબા ની આ રાત
નવલી નવરાત્રિને ઉજવવાની છે આ વાત
ઓલો ચંદ્ર પણ ચાંદનીને પોકારે છે રમવા
લાવી છે સૌના હૈયે માં ના દર્શન ની એક આશ...

આવી છે સૌના અંતરે ઉત્સાહ જગાડતી આ રાત
તાળીઓથી ગજવા તહેવારની છે આ વાત
કેટકેટલા કૃષ્ણ-રાધા હશે ઉમટ્યા રમવા
લાવી છે આ તો ચાચરચોકમાં ભેગા થવાની આશ ...

આવી છે કુમકુમના પગલા પડયા એ રમવાની આ રાત
આભૂષણોથી સજીને નખરાથી ગરબે ફરવાની છે આ વાત
સોળે શણગાર સજી આવી છે ગોપીઓ રમવા
લાવી છે નોરતાએ ઝગમગવાની એક આશ...

આવી છે નોરતાની આ રાત
માં અંબા ને રિઝવવાની છે આ વાત
હવે તો વરસાદ તું જા તારા ગામ રમવા
લાવી દે હવે અમારી ખુશીઓની એક આશ...DJC✌️

Gujarati Religious by DJC : 111264047

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now