16-09-2019

પ્રેમ : શબ્દ એક રુપ અનેક (ભાગ-૧)

સિમરન - (રાજ ના ઘર નો દરવાજો ખખડાવતા) આંટી રાજ છે ઘરે ?

રાજ ની મમ્મી - બેટા હમણાં જ અહી હતો કદાચ ટેરેશ પર હશે જોઇ લેને.

સિમરન - ભલે આંટી

રાજ - અરે સિમ્મુ તુ અહિંયા ?

સિમરન - તુ શુ કરે છે અહિંયા ?

રાજ - તને યાદ કરતો હતો.

સિમરન - જાને જુઠ્ઠા.

રાજ - મારા ઘર મા આવી ને મને પુછે છે કે હુ શુ કરુ છુ અહિંયા ? વાહ....પણ તુ કેમ અહિયા ?

સિમરન - ઘણા દિવસ થી મળ્યો નથી તો મળવા આવી અને એક કામ પણ હતુ.

રાજ - બોલ શુ કામ છે ?

સિમરન - એક સરપ્રાઇઝ છે. તને ગમશે કે નહી એ મને નથી ખબર.

રાજ - હવે બોલ જલ્દી શુ છે સરપ્રાઇઝ?

સિમરન - અમે આવતા સોમવારે નવા ઘરમા રેહવા જઇશુ.

રાજ - વોટ ? આય મિન ઓહ. અને તુ આ વાત મને છેક અત્યારે કરે છે ?

સિમરન - મને પણ આજે સવારે જ ખબર પડી એટલે. નહી તો તારા થી કયારેય કંઇ છુપાવ્યુ છે મે ?

રાજ - સિમ્મુ સાચે તુ જતી રહીશ ?

સિમરન - હા. હુ અહિયા રેહતી ત્યારે પણ તને કયા કઇ ફર્ક પડતો.

રાજ - જો પાછી એ વાત ચાલુ કરી ને તે. મે કિધુ ને કે તુ અમારા ઘર મા એડજસ્ટ નહી કરી શકુ.

સિમરન - જિંદગી મા સમય બધા ને બધુ જ શિખવાડી દેતો હોય છે રાજ. એમ હુ પણ શિખી જઇશ. મોકો આપવો કે નહી એ તારા પર છે.

રાજ - અરે તને કેમ સમજાવુ. ત‍ારા જેવી સધ્ધર ફેમિલિ નથી અમારી.

સિમરન - મુક આ વાત નહી તો તુ પાછો ઝઘડો કરીશ અને અઠવાડિયા સુધી બોલિશ નહી મારી સાથે.

રાજ - ભલે મુક તો.

સિમરન - જ્યાર થી સમજણા થયા ત્યાર થી સાથે જ છીયે નઇ ? જો આ પપ્પા નો ચેહરો સામે ના આવતો હોય ને તો આ ઘર અને તને મુકી ને હુ ક્યારેય ના જઉ. પેહલા 50 વાર કહ્યુ કે સ્વીકારી લે મને. પણ તુ ક્યાં માનુ જ છુ મારુ કિધુ.

રાજ - નથી શક્ય ડીયર. તુ અમારી દુનિયા મા એડજસ્ટ નહી થયી શકુ. પોતાના મોજશોખ ના બલિદાન નહી આપી શકુ યાર. જો સિમ્મુ મારી લાઇફ નુ એક જ સપનુ છે કે હુ બહુજ પૈસાવાળો બનુ. અમારૂ ઘર ગીરવી પડ્યુ છે અને પપ્પા ના દેવા પણ ચુકવવા ના બાકી પડ્યા છે.

સિમરન - પ્લિઝ રાજ એક મોકો અાપ હુ કોઇપણ ત્યાગ આપી દઇશ તારા માટે.

રાજ - ના પાડી ને તને તો કેમ જિદ્દ કરે છે ? પેટ્રોલ થી લઇ ને સેમેસ્ટર ની ફી ના પૈસા પણ તુ આપતી એ મને યાદ છે પણ....

સિમરન - ઠિક છે ચલ હવે હુ જઉ છુ. અને સાંભળ જતા પેહલા એકવાર મળવા આવીશ હો.

રાજ - જરુર નથી એની.

સિમરન - ખરેખર ? એક વાર સામુ જોઇને ફરી થી બોલી શકુ આ શબ્દ ?

રાજ - સિમ્મુ જસ્ટ ગો.

સિમરન - ભલે ડિયર.

ક્રમશઃ

English Story by Jimmy Jani : 111256083

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now