આમ ને આમ દિવસો ગયા ને,
સાંજ રાત પણ પડતી ગઇ,

શૌખ મરતા ગયા એક એક કરીને,
જવાબદારી વધતી ગઇ,

સપનાઓ રૂંધાયા,
અને મુલાયમ હાથ ની રેખાઓ બળતી ગઇ,

પૈસા ને પરિસ્થિતિના ખેલ મા,
સાલી જીંદગી ઢળતી ગઇ,

સારા કે સાચા હોવાની સજાઓ,
હર ધડી મળતી ગઇ,

આ ન કરો પેલું ન કરતાં,
તેવી બરાબર સુચના મળતી ગઇ,

રહેવું હતુ નાનુ અમારે પણ,
ઉમર હતી કે વધતી ગઇ,

આમ ને આમ દિવસો ગયા ને,
સાંજ રાત પણ પડતી ગઇ...

Gujarati Poem by Mahesh Vegad : 111256036

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now