ધનલાભ ઈચ્છતા હોય તો ઘરે લાવો ચાંદીના ગણેશ અને રોજ કરો પૂજા, આંકડાના ગણેશ દૂર કરે છે દરેક દોષ

જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં દેવી-દેવતાઓના વિભિન્ન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રીગણેશના અનેક રૂપોની આરાધના પણ વિશેષ કાર્યસિદ્ધિઓ માટે કરવામાં આવે છે. ભગવાન શ્રીગણેશના આ રૂપોનું જો વિધિ-વિધાનથી પૂજા કરી પૂજા ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો સમસ્યાનું નિદાન થઈ જાય છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે.
જાણો શ્રીગણેશના આ વિશેષ સ્વરૂપો વિશે-

1-ચાંદીના ગણેશ-

જે લોકો ધનની ઈચ્છા રાખતા હોય તેમને ચાંદીથી બનેલ ગણેશની મૂર્તિની પૂજા કરવી જોઈએ. તેમને પોતાના ઘરના પૂજાઘરમાં સ્થાપિત કરી દૂર્વા ચઢાવવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે.

3-મૂંગાના ગણેશ-

મૂંગા લાલ રંગનો એક રત્ન હોય છે. તેનાથી નિર્મિત શ્રીગણેશની મૂર્તિની પૂજા સ્થાન પર સ્થાપિત કરીને રોજ પૂજા કરવાથી દુશ્મનોનો ભય સમાપ્ત થઈ જાય છે.

3-પન્નાના ગણેશ-

પન્ના લીલા રંગનો એક રત્ન હોય છે. તેનાથી બનેલ શ્રીગણેશની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી પૂજા કરવાથી મગજ તેજસ્વી થાય છે અને સમાજમાં માન-સન્માન પણ મળે છે.

4-ચંદરના ગણેશ-

ચંદનની લાકડીથી બનેલ ગણેશની મૂર્તિ ઘરમાં ક્યાંય પણ રાખી શકો છો. તેનાથી ઘરમાં કોઈ પ્રકારની કોઈ પરેશાની નથી આવતી સાથે જ પરિવારના સદસ્યોમાં સામજસ્ય ટકી રહે છે.
5-સફેદ આંકડાના ગણેશ-

જ્યોતિષ ઉપાયોમાં સફેદ આંકડાના લાકડાથી બનેલ શ્રીગણેશનું વિશેષ મહત્વ હોય છે. તેને શ્વેતાર્ક ગણેશ પણ કહે છે. શ્વેતાર્ક ગણેશની પૂજા કરવાથી બધા પ્રકારના દોષ શાંત થાય છે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111255600

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now