શું તમને કબજિયાત રહે છે? આ સરળ રીતે કરો દૂર

આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજિયાતથી મોટી ઉંમરના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો.

કબજિયાત આપણી અનિયમિત જીવનશૈલી અને પ્રચલિત ફાસ્ટફુડ્સના જરુરિયાત કરતા વધુ સેવનનું પરિણામ છે. આજે મોટી સંખ્યામાં લોકો કબજિયાતથી પિડાય છે. કબજિયાતનો અર્થ છે પેટનું યોગ્ય સમયે યોગ્ય રીતે સાફ ન થવું.

?????????આયુર્વેદમાં કબજિયાત માટે ઘણા કારણોને જવાબદાર બતાવાય છે.
- ભોજન સમયસર ન લેવુ
- ભોજનમાં ફાઇબર વાળો ખોરાક અને શાકભાજી ઓછા લેવા
- રાત્રે મોડા સુધી જાગવુ
લક્ષણ
- કંઇ જમવાની ઇચ્છા થતી નથી
- મળત્યાગ ઓછા પ્રમાણમાં થાય છે.
- ખાધેલુ ભોજન સારી રીતે પચતુ નથી.
- પેટ અને ક્યારેક ક્યારેક માથામા દુખાવો થાય છે.
- પેટ ફુલેલુ રહે છે
શું કરવું જોઇએ
ભોજન અને દિનચર્યામાં પરિવર્તન લાવીને તમે આ તકલીફમાંથી બચી શકો છો
- જમવામાં સલાડ અને લીલા પાંદડાવાળા શાકભાજીનુ ભરપુર સેવન કરવુ
- પાણી વધુ માત્રામાં પીવો
- રાત્રે સુતી વખતે હરડેનુ ચુર્ણ ગરમ પાણી સાથે લેવુ.
- ઇસબગુલ રાત્રે સુતી વખતે એકથી બે ચમચી પાણી કે દુધમાં નાંખીને પીવુ
- ફળ અને શાકભાજીમાં પપૈયુ, ગાજર, દાડમ, મુળા, ખીરા, કોબીજ, દુધી, ટિંડોળા અને તુરિયાનુ સેવન કરો
- ત્રિફળા ચુરણ એક ચમચી રાત્રે સુતી વખતે ગરમ પાણી સાથે લો
- કાચી ડુંગળીનુ સેવન પણ કબજિયાતમાં લાભદાયક છે
- દિવસ દરમિયાન બે-ત્રણ વાર ગરમ પાણી પીવો. ફ્રીજનુ પાણી પીવાનુ ત્યજો
??શું કરવાથી બચવુ જોઇએ
તીખુ તમતમતુ અને મરીમસાલાથી ભરપુર ભોજન, ફાસ્ટફુડ, પિત્ઝા, બર્ગર વગેરે મેંદાવાળા ખાદ્યપદાર્થો ખાવાથી બચો.
- કુદરતી ક્રિયાઓને રોકીને રાખવી
- ભારે ભોજન કરવું
- મેંદાવાળુ, આથાવાળુ અને જંકફુડનુ સેવન કરવુ

Gujarati Motivational by AHIR K.R : 111250155

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now