આ ઉડતાં પતંગિયાને શું થયું!
ઉડતું ઉડતું મારા ગાલે ચૂંમી ગયું!

હું સમજું અેક અમથું જીવ-જંતુ
હું પણ અેક જીવ છું કહી ગયું!

બસ નિસર્ગને કરો નિસ્વાર્થ પ્રેમ
અે આવી મારા કાને કહી ગયું!

હસતું!હસતું!બાય! બાય! કરતું
ઉડતું ઉડતું માહિ ડાળે થંભી ગયું!

Gujarati Poem by Pawar Mahendra : 111242463

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now