ચીલ કરો ને જરા તો , મોમ ડેડ
આખો દિવસ આટલી લ્હાય ના હોય
વહેલાં સૂઈ ને વહેલાં ઊઠવાનું ?
એવું તો કારણ સિવાય ના હોય !
ટાઈમ સર નહાવ ને ખુબ ભણો
આવી તમ ઘેલછા ના ઉપાય ના હોય !
બહાર જઈ ને બસ ખુલ્લાં માં રમો
પણ એમ કંઈ મોબાઇલ ની વિદાય ના હોય
પીઝા બર્ગર , સ્વીગી અમારા દોસ્ત
ખીચડી ભાખરી ના રોજ ટ્રાય ના હોય
મિત્રો સાથે રોજ કરવી હોય છે મોજ
તમે કહો એટલે એમને ગુડબાય ના હોય
ધરપત રાખો ને હવે થોડી થોડી
કંઈ કારણ વગર જ હાય હાય ના હોય
લિ. આજ કાલ નાં છોકરાં

Gujarati Funny by Amita Patel : 111237076
Kamlesh 5 years ago

અદ્દભુત ... સત્યવચન અમિતાજી...

Amita Patel 5 years ago

કમલેશ.. રચના ની દુનિયા માં સૌ અનેરાં.. દરેક ની પોતપોતાની ખૂબીઓ હોય

Kamlesh 5 years ago

એજ તો આપની મહાનતા છે,કે પોતાના કરતાં સામે વાળાને વધુ આંકો છો...

Amita Patel 5 years ago

વાહ.. તમે તો કેટલું સુંદર લખ્યું.. શિવ ભક્ત ની વાત જ અનેરી.. ખૂબ ઉચ્ચ લેવલ નું વિચારી ને લખી શકો છો...છતાં ય મારા વાઘ ને પણ બિરદાવી શકો છો . એટલે તમે ખૂબીઓ થી છલોછલ છો .. ખૂબ જ આભાર ભાઈ

Kamlesh 5 years ago

.... અમૃત પ્રાપ્તિની જ અનુભૂતિ થાય છે... અને હાં, ખોટે-ખોટે તો હું "લાઇક" પણ ના કરું હો.... હા હા હા જય મહાદેવ..

Kamlesh 5 years ago

રચનાઓ તો રચનાઓ છે... અમસ્તુ જ કંઇ લખાઇ નથી જતું... ક્યાંક મગજ ઘસાય છે,તો ક્યાંક હ્રદય વલોવાય છે... ત્યારે વિચારોના મહાસાગરનું મંથન થાય છે... તો બસ એ સાગરમંથનમાંથી જે નિપજે એ તો અપનાવવું જ રહ્યું ને...? પછી એ અમૃત હોય કે હળાહળ... અને આમેય મહાદેવે હળાહળને કંઠમાં સમાવવાની અદ્વિતીય શક્તિનો થોડો અંશ તો આ ભક્તને પણ આપ્યો છે... તો બસ હળાહળ હશે તો સમાવી લઇશ અને અમૃત હશે તો બાંટી (શેયર કરવું) દઇશ... અને હા એક વાત તો પાક્કી છે કે,આપના દ્વારા થયેલ સમુદ્રમંથનમાંથી તો શ્રી,કામધેનુ,કલ્પવૃક્ષ અને અમૃત...

Amita Patel 5 years ago

Thank you Kamlesh.. Tamara review vgr mane majja j na aave.. pan ખોટું ખોટું વખાણ નહી કરવા હોં, ગમે તો જ !

Amita Patel 5 years ago

Thank you Devesh

Kamlesh 5 years ago

જોરદાર રચના... અમિતાજી...

Amita Patel 5 years ago

Thank you Shefali

Amita Patel 5 years ago

Thank you abbasji

Amita Patel 5 years ago

Thank you so much Rupal.. thanks for always appreciating ??

Rupal Mehta 5 years ago

new innovate nd true nice

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now