અષાઢી સાંજના તડકો લાગે.
તડકો લાગે , ભૂમિ ધગતી લાગે..
અષાઢી સાંજના..
વિરાને ભાલે પરસેવો નીતરે..
રૂમાલ ભીંજે એનો વાંસો નીતરે..
અષાઢી સાંજના..
રસ્તો ધગે જાણે ડામર સળગે,
ડામર સળગે આગ ચપ્પલ મૂકે..
અષાઢી સાંજના..
સુકાતાં વૃક્ષો જો પાણી માંગે..
પાણી પાણી ગળે ત્રોસ માગે,
અષાઢી સાંજના .
આભેથી ના કોઈ વાદળ વરસે,
હાથ જોડી પેલો ખેડૂત કરગે..
અષાઢી સાંજના..
કાબર, કબૂતર મોર ક્યાં રે દીસે?
રહી સહી ઘટાઓમાં છાયો ઢુંઢે..
અષાઢી..
પ્રિયા અહીં ક્યાંથી પિયુને વીરહે..
મીટ માંડે ત્યાં તાપ આંખો આંજે..
અષાઢી..
'આવ રે વરસાદ' સહુ સાથે બોલે,
કાળાં વાદળ આ મેઘ તોળે,
આ આવ્યો કરતો જો મેઘો ગાજે,
વરસું હમણાં, નહીં મારૂં નામ લાજે..
અષાઢી સાંજના તડકો લાગે.
-સુનીલ અંજારીયા

Gujarati Funny by SUNIL ANJARIA : 111224308

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now