...#....શિખા(ચોટલી)રહસ્ય...#....

શિખા...ઓળખો છો મિત્રો આ મહોદયાને?
કદાચ આપે"તેનાલી રામા"ધારાવાહિકમાં આપે ક્યારેક જોઇ હશે.જ્યારે રામા પર કોઇ વિપદા આવે કે તરત ઊંચી થઇ જાય છે.અને રામા સાથે વાતો કરવા લાગે છે.આ વાતો એટલે મનોમંથન...શિખા એટલે મનને સ્થિર રાખી આગળની તરફ લઇ જતી શઢ.

ક્યારેય વિચાર્યું છે મિત્રો,કે બ્રામ્હણો,પંડિતો,સાધુ-સંતો શિખા કેમ રાખે છે?
આજે વાત કરીયે આપણા માથા પર રહેલી શિખા,એટલે કે ચોટી-ચોટલી સાથે જોડાયેલા રસપ્રદ રહસ્યો વિશે.
આપણે સૌ જાણીયે છિયે કે,આ સમગ્ર સૃષ્ટીને કોઇ અદ્રશ્ય શક્તિ ચલાવી રહી છે.જેને આપણે પરમાત્મા કહીયે છિયે.અદ્રશ્ય તરંગોથી ભરેલી છે સમગ્ર સૃષ્ટી.આ તરંગો ભેદી સંદેશાઓ લઇને સતત ફર્યા કરે છે,આ સૃષ્ટીમાં,પણ એ જાણવું કઇ રીતે?
તો હવે માનો કે મનુષ્ય દેહ એક યંત્ર છે,અંદર રહેલી આત્માને પરમાત્મા સાથે સાક્ષાત્કાર કરાવવાનું.અને શિખા(ચોટલી) છે,એ યંત્રનું"એન્ટેના".

એન્ટેના???હા એન્ટેના...
જેમ રેડિયો ચાલુ કરીયે ત્યારે તરંગો સાથે બરોબર સંપર્કના થતો હોય,તો સ્ટુડિયોમાં રહેલી વ્યકિત શું કહી રહી છે,એ સરખું સંભળાતું નથી.અને ખરરર...ખરરર... એવો અવાજ આવતો રહે છે.પણ જેવું આપણે રેડિયોનું "એન્ટેના"ઊંચું કરીયે કે,તરત જ એકદમ સ્પષ્ટ સંભળાવા લાગે છે.એવી જ રીતે અગોચરમાં રહેલો પરમાત્મા આપણી આત્માને શું કહી રહ્યો છે,એ આપણે સાંભળી શકતા નથી.ત્યારે શિખા(ચોટલી)એ"એન્ટેના"નું કામ કરી આત્મા અને પરમાત્માનો સંપર્ક કરવામાં મદદરુપ થાય છે.
હવે આપને પ્રશ્ન થતો હશે કે,આ ભાઇ શું ફેકમ્‌ફાક કરી રહ્યા છે.એવું તે કંઈ હોતું હશે?જો શિખા(ચોટલી)માં એટલી શક્તિ હોય,તો તો આજે દરેક સ્ત્રીઓ પરમાત્માને પામી ગઇ હોય.એ તો નાનપણથી જ ચોટલી,ના ના મસ મોટો ચોટલો રાખે છે.ખરુંને?
તમને જાણ હોય તો કહી દઉં કે,"સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય (સિક્ષ્થ સેન્સ)એકદમ જોરદાર હોય છે",એમને પૂર્વાભાસ જલ્દી થાય છે.આ શિખા(ચોટલી)ને આભારી છે.એ પૂર્વાભાસ આભાસ મટીને ભવિષ્યદર્શન બની શકે છે,જો એમનું બટન ચાલુ હોય તો...
મિત્રો મનુષ્ય દેહ અને શિખા(ચોટલી)એ માધ્યમ છે. પરંતું જેમ એન્ટેના હોવા છતાં બંધ રેડીયો કંઈ બોલી નથી શકતો.એવી જ રીતે યોગાભ્યાસ દ્વારા સુષુમ્ણાનું બટન ખોલવું જરુરી છે.
હવે આ કોણ નવું આવ્યું? સુષુમ્ણા???

હા મિત્રો આ મનુષ્ય દેહમાં રહેલ ગુપ્ત નાડી છે...

યોગીઓ શિખા(ચોટલી)ને સુષુમ્ણાનું મૂળ સ્થાન કહે છે.આપણા શરીરમાં ત્રણ મુખ્ય નાડીઓ આવેલી છે,ઈડા, પિંગલા અને સુષુમ્ણા.ઈડા અને પિંગલામાં લોહીનું પરિભ્રમણ થતું હોય છે,પણ"સુષુમ્ણાનું"દ્વાર ગુદાથી બંદ હોય છે."જો આ દ્વાર ખૂલી જાય તો આ નાડમાં પરિભ્રમણ ચાલુ થઈ જાય છે,અને અનેક શક્તિઓ પ્રાપ્ત થાય છે".અને તે સુષુમ્ણાનું જ્યાં મૂળ છે તેને બ્રહ્મરંધ્ર કહે છે,આ બ્રહ્મરંધ્રના બહારના ભાગ પર શિખા રાખવામાં આવે છે.જેથી તેનું રક્ષણ થાય છે.
અફસોસ કે,આજનો મનુષ્ય અજ્ઞાનતા અને ફેશનમાં આંધળો બની સમગ્ર સૃષ્ટિના આધાર એવી શિખા(ચોટલી)ને ભૂલી ગયો છે.કોઇ શિખા ધારણ કરે,તો મૂરખ લોકો એની મજાક ઉડાવે છે.
વળી પાછાં "પોનીટેલ"રાખે બોલો.. હવે આમને ક્યાં લઇ જવા...? હા હા હા
હશે...જેવી જેની સોચ...
પણ આમ આપણી સંસ્કૃતિ આગળ"આંખ આડા કાન"કરતા જશું તો આપણા પૂર્વજો,સંત-ઋષિમુનીઓ એ હજારો વર્ષ તપસ્યા કરી જે જ્ઞાન આપણને ઘરે બેઠાં આપ્યું છે,એનું જતન કરવામાં આપણે ઊણા નહીં ઉતરીયે?

(નોંધ :- હું પણ આમાં બાકાત નથી.
હું પણ છેલ્લા કેટલાક દિવસથી આ શિખાના રહસ્યોમાં ગોતા ખાઇ રહ્યો છું.અને આટલું જાણી શક્યો છું,કે એક યોગીએ પોતાની યોગશક્તિને વધુ સરળતાથી અને ઝડપભેર આગળ વધારવી હોય,અને પરમાત્માનો સંપર્ક સુલભ રીતે કરવો હોય,તો શિખા અનિવાર્ય છે.
હજુ વધુ રહસ્યો જાણવા મળશે તો જરુર જણાવીશ.આપ સ્વયં પ્રયોગ કરી જુઓ,અને મને આપના અનુભવો કહો...)

એકવાર વિચારજો જરુર...

(શુભસ્તુ )...

હર હર મહાદેવ...હર...

Gujarati Motivational by Kamlesh : 111219428
Kamlesh 5 years ago

ધન્યવાદ કૃતિકાજી...

Kamlesh 5 years ago

હા હા... કંઇ પણ બેના...

Kamlesh 5 years ago

ધન્યવાદ શેફાલીજી

Piyusha 5 years ago

Mne to a chakr ma chakkar av va lagya .....hahaha

Piyusha 5 years ago

Tamare chotli rakhvi bhavubhai..

Shefali 5 years ago

ખૂબ સરસ

Krutika 5 years ago

ષટચક્ર જાગૃત કરવાનો પ્રયત્ન કરનાર સાધક ને વંદન

Kamlesh 5 years ago

મનને નહીં મમતાને મારવું અનિવાર્ય છે મિત્ર... મનને તો મહાદેવમાં રત કરવાનું છે

Pravin Mokariya 5 years ago

બરાબર વિષય અને તનમાંત્રા ઔ ઉપર નિયંત્રણ કરી લે છે પણ પેલા મન ને મારી નાખતા હસે

Kamlesh 5 years ago

અનાહદ ચક્ર આમ તો ખુબ સંમોહક ચક્ર છે...ઘણા સાધકો અહિયાં જ અટવાઇ જાય છે... જળને છિછરું સમજી તરવાનું મૂકી દે છે... અને અનાહદમાં અટવાઇને ડૂબી જાય છે... શાસ્ત્રો કહે છે કે સાધકે જેમ બને એમ શિઘ્રતાથી અનાહદ ખોલી વિશુદ્ધ ચક્ર ખોલી નાખવું જોઇયે...

Kamlesh 5 years ago

ચક્રનું ગતિમાન થવું એ સાધકને દર્શાવે છે કે તે પોતે જે હતો એ નથી રહ્યો... એક સમયે સાધકની જીહ્વા જ ગળ્યું શું છે એ કહેવાની ના પાડી દે છે... બસ સાધકે એ જાણવું જરુરી છે કે ક્યા ચક્રનું શું મહત્વ છે... સાધકમાં એની મેળે જ નવી ઉર્જાનો સંચાર થાય છે...

Kamlesh 5 years ago

ત્યાર બાદ "અનાહદ ચક્ર"ને જાગૃત કરવું.... આ ચક્રને જાગૃત કરવાનો સરળ ઉપાય છે "વસુધૈવ કુટુંબકમ્‌"ની ભાવના... આ ભાવના જાગે એટલે આ ચક્ર ખુલી ગયું સમઝો... પ્રકૃતિ સાધકને પ્રિત કરવા લાગી જાય છે... આ અવસ્થાએ પહોચો તો...

Pravin Mokariya 5 years ago

ચક્રો શરીર માં કઈ રીતે ગતિમાન થઈ જતાં હસે જે પાંચ તત્વ નું આધિપત્ય બનતું કેમ હસે

Kamlesh 5 years ago

ત્યાર બાદ "મણીપુર ચક્ર"ને જાગૃત કરવું... આ ચક્ર દ્વારા "ચેતનાશક્તિ"નો સંચાર થાય છે... આને જાગૃત કરતી વખતે ફક્ત એક જ મનોમંથન કરવું કે, " આપણે દેહ નથી આપણે ચેતના છિયે "...

Kamlesh 5 years ago

ત્યાર બાદ "સ્વાધિષ્ઠાન ચક્ર"ને જાગૃત કરવું... આ ચક્ર જાગૃત થતાં જ સાધકનું "હું" પણું નાશ પામે છે... આજ ચાવી છે ત્યાર પછીના ચક્રોને સરળતાથી ખોલવાની...

Kamlesh 5 years ago

ઊંઘ પર આધિપત્ય હશે...

Kamlesh 5 years ago

ચક્રોને હંમેશા નિચેથી ઉપરની તરફ જાગૃત કરતું જવું... જેવું "મૂલાધાર "જાગૃત થશે એવી વાસના વિલિન થઇ જશે....

Pravin Mokariya 5 years ago

જાગૃત કર્યા પસી છુ કરવાનુ ભાઈ, જાણવા માટે

Kamlesh 5 years ago

આ ચક્રોને સક્રિય કરવાના પણ પોતાના યમ-નિયમ છે... હો ભાઇ...

Kamlesh 5 years ago

હા... અને શક્તિ જાગ્રત હશે તો શિવ દૂર નથી ભાઇ...

Kamlesh 5 years ago

ધન્યવાદ ભાઇ... પંથ કપાઇ રહ્યો છે... મહાદેવ નજીક આવી રહ્યા છે... હવે તો મન ગાઈ રહ્યું છે, "ધજા ફરુકે ઢુકળી રે વા'લા,દેરું દેખાય જોને દૂર ભોળાનાથના"

Pravin Mokariya 5 years ago

ચક્રો ને કુંડલિની શક્તિ કહે છે

Kamlesh 5 years ago

મુલાધારથી અનાહદ સુધીની સફર ખૂબ અહ્‌લાદક રહી છે... "આગે આગે ગોરખ જાગે.."

Kamlesh 5 years ago

મેં મારા સાત માંથી ચાર ચક્રોને ધ્યાન દ્વારા જ ખોલ્યા છે... મને થોડા દિવસો પહેંલાં જ જ્ઞાત થયું કે જો શિખા રાખી હોત તો હું સાતમા ચક્રના દ્વાર પર ઊભો હોત... કે પછી ખોલી પણ દીધું હોત... કોઇ નહીં... દુર્ઘટના સે દેર ભલી... હા હા

Pravin Mokariya 5 years ago

હા કમલેશભાઈ 84 નાડી માંથી આપને તો પાંચ સાત નાડી ને જાણીએ છીએ બીજી બધી નાડી ની સુ કાર્ય પ્રણાલી છે એને વિશે પણ મને જાણવા ની ઉત્સુકતા થઈ એટલે પૂછી નાખ્યુ

Kamlesh 5 years ago

આયુર્વેદ કહે છે કે શિખા રાખવાથી વ્યકિત તંદુરસ્ત,બળશાળી,તેજસ્વી અને દિર્ઘાયુ બને છે

Kamlesh 5 years ago

સત્ય વચન...

Krutika 5 years ago

હા ભાઇ પણ નિદાન માટે ની નાડીઓ અલગ હોય છે

Kamlesh 5 years ago

હા ચોક્કસ ભાઇ..

Pravin Mokariya 5 years ago

બેન આયુર્વેદ પણ નાડી નિદાન સાથે જોડાયેલુ છે મારા હિસાબે

Krutika 5 years ago

યોગનો અભ્યાસ કરવાથી આ નાડીઓ વિશે જાણી શકાય, યોગની શક્તિ વિશે પણ, પણ એ પહેલાં યોગગુરુ પાસે યોગની થિયરી સમજવી પડે, રાજયોગ, ભક્તિ યોગ, જ્ઞાનયોગ વગેરે

Krutika 5 years ago

આયુર્વેદ અનુસાર શિખા સ્થાન એટલે મર્મ સ્થાન જ્યા વાગવાથી તરત મૃત્યુ થાય, નાડીઓનું મૂળ પણ, એટલે શરીરની રક્ષા કરવા માટે શિખા રાખવામાં આવે છે, એકાગ્રતા વધારનાર છે

Pravin Mokariya 5 years ago

હવે આ નાડી ઉપર આપણે બધા ને ચર્ચા કરવી જોઈએ બધા પાસે કૈક ને કૈક નવી વાતો જાણવા મળશે (કૈક નવું જાણવુ અને કૈક નવુ કરવુ એ એક પ્રકાર ભગવાન ની ભક્તિ છે)

Kamlesh 5 years ago

ધન્યવાદ પ્રવિણભાઇ

Kamlesh 5 years ago

ધન્યવાદ રાકેશભાઇ...

Kamlesh 5 years ago

એ તો હવે હજું ઊંડો ઉતરું એટલે ખબર... બાકી આ શિખાની સફર ખૂબ રોમાંચક રહેશે... મારા અને આપ સૌ માટે... એ નક્કી છે...

Kamlesh 5 years ago

હા હા... ચાલો...

Kamlesh 5 years ago

ધન્યવાદ વિદ્યાજી

Kamlesh 5 years ago

આભાર ભાવેશભાઇ

Kamlesh 5 years ago

ધન્યવાદ દેવેશભાઇ

Kamlesh 5 years ago

હાસ્તો બેના... જેની પાછડ પડું એમાં તો સાવ નિચોવાઇ જ જાઉંને... જેમ મહાદેવની પાછડ પડ્યો છું... હા હા

Kamlesh 5 years ago

ધન્યવાદ નિધિજી

Kamlesh 5 years ago

ધન્યવાદ હિનાજી

Kamlesh 5 years ago

ધન્યવાદ જૈનિશભાઇ

Pravin Mokariya 5 years ago

હા બરાબર છે સુક્ષમના નાડી થી જીવ જાય તો ઉત્તમ ગતી કહેવાય છે ઇડા પિંગલા નાડી ને સર્પીની કહેવાય છે જે સર્પ ની જેમ વિટાયેલ હોઈ છે અને સુક્ષમાનાં સીધી brahmrandhra સાથે સંપર્ક માં હોઈ છે યોગ સાસ્ત્ર માં ઘણુ બધુ છે આને વિશે

Jay _fire_feelings_ 5 years ago

મેં સાંભળ્યું છે કે.. મૃત્યુ સમયે શિખા - ચોટલી - ની જગ્યા એ થી જીવ જાય તો ત્યાં ખાડો પડી જાય અને એ વ્યક્તિને મોક્ષ મળે... આવા લોકો કરોડો માં કોઈક જ હોય... બરબર ને....કમ ભૈ...

Jay _fire_feelings_ 5 years ago

બોવ ઉંડા ઉતરી ગયા હો ભૈ..... ચાલો આપણે બંને ટકો કરાવી ને ખાલી ચોટલી (શિખા) રાખીએ.....

Vidya 5 years ago

Khub saras......

Bhavesh 5 years ago

ખૂબ સરસ માહિતી

Devesh Sony 5 years ago

અદભુત... ?

Piyusha 5 years ago

Vah...akhre mahiti madi khri m ne ?

HINA DASA 5 years ago

વાહ ખૂબ સરસ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now