ક્યાં ગયો ઘનશ્યામ ઓ રાધા ક્યાં ગયો ઘનશ્યામ
માનવ કરે પોકાર તોએ ના દેખાયો ઘનશ્યામ

હું શુ જાણું પૂછો રૂકમણી ને એને દીધો તો ઘનશ્યામ
ઓ માનવ એને દીધો તો ઘનશ્યામ

ક્યાં ગયો ઘનશ્યામ ઓ રાણી ક્યાં ગયો ઘનશ્યામ
માનવ કરે પોકાર તોએ ના દેખાયો ઘનશ્યામ

હું જાણું પૂછો સુદામાને એને દીધો તો ઘનશ્યામ
ઓ માનવ એને દીધો તો ઘનશ્યામ

ક્યાં ગયો ઘનશ્યામ ઓ સુદામા ક્યાં ગયો ઘનશ્યામ
માનવ કરે પોકાર તોએ ના દેખાયો ઘનશ્યામ

હું શુ જાણું પૂછો મીરાંને ઝેર પીધાંતા એણે
તો એને દોડ્યો બચાવા ઘનશ્યામ

ક્યાં ગયો ઘનશ્યામ ઓ મીરાં ક્યાં ગયો ઘનશ્યામ
માનવ કરે પોકાર તોએ ના દેખાયો ઘનશ્યામ

હું શુ જાણું ઓરે માનવ પૂછ તું તારી જાત ને...એ..એ..
દોડ્યો તને સંભાળવા એ નથી પછી વળ્યો પાછો એ

ઓરે માનવ તું કહે હવે ક્યાં ગયો ઘનશ્યામ
ઓ માનવ ક્યાં ગયો ઘનશ્યામ
સુનું પડ્યું છે ગોકુળ એનું સુનું પડ્યું છે વૈકુંઠ
ઓ માનવ શોધીને લાવ ઘનશ્યામ

ક્યાં ગયો ઘનશ્યામ...........

Gujarati Song by pinkal macwan : 111219176

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now