આજ પૂનમની રાત આવી
તારા મિલનની યાદ લાવી..

આવીને સમાવી જા મને તારામાં
જોને પ્રેમની આ રાત આવી..

કરીશ હું ચુંબનને આપીશ આલિંગન
આવને આપણી મધુરરજની આવી...

આપણા પ્રેમનો સાક્ષી બને આ ચાંદલીયો
ચાંદનીને પણ મિલનની ઉતાવળ આવી..

વગર ફેરે રાધા બની આજ દુલ્હન
જોને કાના આજ તારી જોગણ આવી..

-કુંજદીપ ?

Gujarati Romance by Kinjal Dipesh Pandya : 111218444

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now