તારી આંખો માં મારો વરસાદ, તારા શ્વાસોમાં હોય મારો ભેજ....
મારે મન ચોમાસું એ જ.......

ભીતર ભીતર જાણે વાગે કોઈ જીણું જંતર
મૌન ગગન છે, મૌન પવન છે, રસ્તો મુંગો મંતર.
તારી મારી વચે પ્રયતમ,સો સો ગાવ નુ અંતર.
કરું અજાવાળા પાથરી ને આજ.....

તારી યાદો નું તેજ.

સપનામાં બસ રાચે કાયમ તારા દીઠે સપના.
દીવાનાને કામ યે લાગે, જગ માટે શુ ખપના.
આ દુનિયાથી સાવ અનેરું આ જ જમા છે પાસુ
આપણી અલબેલી મસ્તીનુ આઠે પ્રહર ચોમાસું

થાય આંખોથી ગીતનો વરસાદ...
અને ભીંજાય મેજ.

મહેબુબ સોનાલિયા

English Shayri by Author Mahebub Sonaliya : 111196466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now