*દર્પણ...*

સેવ્યા હતા સપના હૃદયમાં જે પણ !
પૂરા થઈને પણ એ અધૂરા રહી ગયા.

મુલાકાત તો થઈ દિલની દિલથી પણ
મિલનના સ્વપ્ન જ અધૂરા રહી ગયા.

સજવું હતું, સવરવું હતું જેમના માટે,
શણગારના અલંકાર આઘા રહી ગયા.

માથે અંબોડો, અંબોડે મોગરા ગજરો,
અરમાન માત્ર કલ્પના બની રહી ગયા.

એમના ચક્ષુ દર્પણમાં ખુદને નિહાળી,
શરમાવાના શોખ અધૂરા રહી ગયા !

આવી છું હું ! એક નજર તો જોઈ લો,
રડાવી મને તમે બસ મૌન થઈ ગયા.

તન્હાઈના વાદળ તૂટશે શી ખબર હતી?
અમે એકલા હતા ને એકલા જ રહી ગયા.

હશે ! ઋણાનુબંધ આટલો જ આપણો !
મળ્યા ના મળ્યા ને બન્ને ઓઝલ થઈ ગયા.

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

#lagninopaheloahesaseprem
#kajalozavaidyafansclub

Gujarati Shayri by Milan : 111048054

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now