*કાશ...*

કાશ...
આ બધું છોડી..
કયાંક દૂર જઈ શકાય
સવાર થતાં ..
જવાબદારીના પોટલા
કા કા કરતાં આસપાસ કાગ
કોયલની ચબરાકીથી ત્રસ્ત
કદાચ તે હવે
ઈંડા સેવવાનું બંધ કરે..
આ પિતૃપક્ષના શ્રાદ્ધ
આરોગવાનુ છોડી દે

શું તો..
પિતૃઓ ભુખ્યા રેશે?
કોયલનો વંશ ખત્મ થશે..

આ જવાબદારીનું પોટલું
કોઈ બીજા પર લાદી
મુક્ત ઉડાન ભરી શકીશ?

ત્યાં જો ખુલ્લું આકાશ
બાંહો પ્રસારી પ્રતિક્ષિત..

અરે! આ બેડીઓ
કોઈતો ખોલો...
સૌ તમાશો જુએ
મદદનો હાથ ...
કોઈ તો લંબાવો...

'કાજલ'
કિરણ પિયુષ શાહ
૦૨/૧૦/૧૮

Gujarati Shayri by Kiran shah : 111036026
Milan 6 years ago

sunder mam....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now