spread lv...️️

in men's life there are many flowers but only one ROSE

એ તો "ના"નહીં જ પાડે
કેમ કે તારા સ્વજન છે.
તું જવાબદારીથી જો,
કે "હા" માં કેટલો વજન છે

આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે.

આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે.
રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા
આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા...
રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો કરવા વાળા, તેમનું સુખ દુઃખ પૂછવાવાળા, બંને હાથ જોડી પ્રણામ કરવા વાળા, તેમજ સ્નાન વગર અન્ન નહીં ઉતારવા વાળા.

તેમનો અલગ સંસાર..........વાર તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અનાજ, અન્ન, શાકભાજીની ચિંતા, તીર્થયાત્રા , રિતી રિવાજ અને સનાતન ધર્મ ની આગળ પાછળ ફરવાવાળા...

જુના ફોન ના ડોગલા ઉપર જ મોહિત રહેવા વાળા, ફોન નંબર ની ડાયરી મેઇન્ટેઇન કરવાવાળા, રોંગ નંબરવાળા સાથે પણ સરસ વાત કરી લેવા વાળા, વર્તમાન પત્રોને દિવસમાં ત્રણ ચાર વાર ઉથલાવી ઉથલાવી વાંચવા વાળા...!

હંમેંશા એકાદશી યાદ રાખવા વાળા, પૂનમ અને અમાસ યાદ રાખવાવાળા, ભગવાન ઉપર પ્રચંડ ભરોસો રાખવા વાળા, સમાજનો ડર પાળવા વાળા, જુના ચપ્પલ, ફાટેલી બંડી અને તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરવાવાળા......!!

ગરમીની સીઝનમાં આચાર પાપડ બનાવવાવાળા, ઘરમાં જ ખાંડેલો મસાલો વાપરવાવાળા, અને હંમેશા દેશી ટામેટા, દેશી રીંગણ અને દેશી મેથી જેવી શાકભાજી શોધવાવાળા........!

નજર ઉતારવા વાળા, કંદોઈ ખસી હોય તો ઠીક કરવા વાળા, લીમડાનું કે બાવળનું દાતણ કરવાવાળા, અને શાકભાજીની લારી વાળા સાથે એક-બે રૂપિયા માટે જીભા જોડી કરવા વાળા.....!!

શુ તમે જાણો છો?....

આ બધા ધીરે ધીરે આપણો સાથ છોડી કાયમ માટે જતા રહેવાના છે.

શુ તમારા ઘરમાં આવું કોઈ છે? જો હા,તો જરૂર તેઓનું ખૂબ ધ્યાન આપજો.......!

નહિતર એક મહત્વપૂર્ણ શીખ તેમની સાથે જ જતી રહેશે.... એ છે સંતોષ ભર્યું જીવન, સાદગી પૂર્વકનું જીવન, પ્રેરણા દાયક જીવન,ભેળસેળ વિનાનું જીવન, ધર્મ અને સતમાર્ગ પર ચાલવાવાળું જીવન, બધાની ચિંતા કરવાવાળું જીવન.....!

તમારા પરિવારમાં જે લોકો વડીલ છે તેમનું માન સન્માન રાખજો, તેઓને અપનાપન મહેસુસ કરાવો અને ખૂબ જ પ્રેમ કરો.........!

*સંસ્કાર* જ
*અપરાધ* રોકી શકે છે.
*સરકાર* નહિ.. !!

Read More

*માણસ ને મળતી દરેક વસ્તુ*
*કાંઈ એની જ મહેનતથી નથી મળતી...*
*ક્યારેક કોઈના આપેલ*
*આશીર્વાદ પણ કમાલ કરી જાય છે....!!!*

❣️

Read More

*જીવનમાં કોણ આવીને*
*ગયું,*
*એના વિશે વિચારવા કરતાં*
*કોણ હજુ પણ સાથે ઊભું*
*છે*
*એ વધારે મહત્વનું છે...!!!*

❤️

Read More

*થાય એટલું* કામ કરીએ...
અને
*કરીએ એટલું* કામ થાય...
આ બે વાક્યો નો *તફાવત* જેને સમજાય તેની *પ્રગતિ થાય...*

?

✍️.....? *લાયક થવુ હોય તો જ પ્રયત્નો કરવા પડે.!*

*બાકી ઉંમરલાયક તો ખાટલામાં પડ્યા પડ્યા પણ થઈ જવાય છે...

*અજીબ છે આ *Online વાળી દુનિયા સાહેબ*,
*અહિયાં અજાણ્યા સાથે દોસ્તી કરવા લોકો પોતાનાઓ ને *Block રાખે છે.*

?

સત્ય મૌન રહે તો સૌ પુજે છે
સત્ય બોલવા લાગેે તો સૌ ધ્રુજે છે...
?

*પરિવાર સાથે ધીરજ રાખવી*
*તે પ્રેમ છે...*
*અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી*
*તે આદર છે...*
*સ્વયં સાથે ધીરજ રાખવી*
*તે આત્મવિશ્વાસ છે....*
*અને ઈશ્વર સાથે ધીરજ રાખવી*
*તે શ્રદ્ધા છે.*

Read More