પારદર્શી

(691)
  • 52.8k
  • 66
  • 27.3k

ધારાવાહિકફીકશન વાર્તાપારદર્શી-1                (આ એક કાલ્પનીક વાર્તા છે.સમ્યકની ખુશખુશાલ જીંદગીમાં એક અજાણી સિદ્ધી તોફાન લાવે છે.જે વાર્તામાં આગળ જણાશે.)                               આજે સાંજનાં 6.00 વાગ્યે સમ્યક પોતાની ઓફીસમાં સાવ નિરાંતે બેઠો હતો.સુરતનાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બનાવેલી મોટી કાપડની ફેકટરી અને એમાં જ પહેલા માળે આવેલી એની પાંચ અલગ અલગ ચેમ્બરો વાળી વિશાળ ઓફીસ.માલિક તરીકે સમ્યકની ઓફીસમાં બધી જ સગવડો ઉપલબ્ધ હતી.એક એકાઉન્ટ ચેમ્બર, એક કોન્ફરન્સ ચેમ્બર,એક રીસેપ્શન કમ વેઇટીંગ અને એક ડિઝાઇનર માટેની કોમ્પ્યુટરોથી સજજ એવી ચેમ્બર.પણ આજે તો રવિવાર હતો.ઓફીસનો બધો સ્ટાફ

Full Novel

1

પારદર્શી - 1

ધારાવાહિકફીકશન વાર્તાપારદર્શી-1 (આ એક કાલ્પનીક વાર્તા છે.સમ્યકની ખુશખુશાલ જીંદગીમાં એક અજાણી સિદ્ધી લાવે છે.જે વાર્તામાં આગળ જણાશે.) આજે સાંજનાં 6.00 વાગ્યે સમ્યક પોતાની ઓફીસમાં સાવ નિરાંતે બેઠો હતો.સુરતનાં એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બનાવેલી મોટી કાપડની ફેકટરી અને એમાં જ પહેલા માળે આવેલી એની પાંચ અલગ અલગ ચેમ્બરો વાળી વિશાળ ઓફીસ.માલિક તરીકે સમ્યકની ઓફીસમાં બધી જ સગવડો ઉપલબ્ધ હતી.એક એકાઉન્ટ ચેમ્બર, એક કોન્ફરન્સ ચેમ્બર,એક રીસેપ્શન કમ વેઇટીંગ અને એક ડિઝાઇનર માટેની કોમ્પ્યુટરોથી સજજ એવી ચેમ્બર.પણ આજે તો રવિવાર હતો.ઓફીસનો બધો સ્ટાફ ...Read More

2

પારદર્શી - 2

પારદર્શી-2 ગઇકાલે બનેલી ઘટનાનાં આઘાતમાંથી સમ્યક લગભગ બહાર આવી ગયો.સારી જીવનસંગીની જો નસીબમાં હોય તો બહારનાં ગમે તેવા આઘાતમાંથી ઝડપથી નીકળી જાય છે.સમ્યક હવે પોતાના કામે લાગી ગયો.પોતાના બાળકો સાથે....પત્નિ સાથે થોડા દિવસમાં જ પોતાનાં પપ્પાનાં દુઃખને અને ક્ષણિક ગુમ થવાની એ ઘટનાને એ ભુલી ગયો.ફેકટરીમાં પણ બધુ જ બરાબર ચાલતુ હતુ.પણ એનાં મનમાં એક ગાંઠ પડી ગયેલી કે પોતાની ચેમ્બરમાં કયાંરેય એકાંતમાં અને નવરાશમાં ન બેસવું.એટલે એ પોતાની ફેકટરી અને પોતાની ઓફીસમાં વ્યસ્ત જ રહેતો.કંઇ કામ ન હોય તો ઓફીસની બહાર નીકળી જતો. આમને આમ દસ દિવસ વિતી ...Read More

3

પારદર્શી - 3

પારદર્શી-3 સમ્યકને હવે પોતાની સાથે બનતી ઘટનાનાં રહસ્યો તાલાવેલી જાગી.એણે એ તમામ પુસ્તકોનાં ગુજરાતીમાં અનુવાદીત પુસ્તકની શોધ આદરી.પણ એમાંથી બે પુસ્તકોનો ગુજરાતી અનુવાદ મળ્યોં.એ પુસ્તકો અને એના પપ્પાએ લખેલા ગુઢ વાકયો ઉકેલવા એકવાર પોતાની ઓફીસમાં બપોરનાં સમયે એ બેઠો હતો.આમપણ બપોરે લગભગ 2.00 થી 4.00 વાગ્યાં સુધી એની ચેમ્બરમાં કોઇ આવતું ન હોય.જેમ જેમ એના માનસપટલ પર ઉકેલનું આછું પાતળું ચિત્ર રચાતું ગયું એમ એમ એક કાગળ પર પેન્સિલ દ્વારા એ લખતો ગયો.મનનો શ્વાસ વિચારો છે.એટલે મનને જીવતું રાખવા સતત વિચારો જરૂરી છે.એને બંધ કરવા એટલે વિચારો ન આવે એવી પરીસ્થિતી પેદા કરવી.શરીરની ક્રિયાઓ ...Read More

4

પારદર્શી - 4

પારદર્શી-4 સમ્યકની ઓફીસમાં હવે બધુ કામ ચાલવા લાગ્યું.મોહિની એક બહું મોટા સકંજામાંથી છુટી હોય એમ પ્રફુલ્લીત રહીને પોતાનું કામ કરતી.સમ્યકે પણ હવે ડિઝાઇનીંગનું કામ મોહિની એકલી જ કરશે એવું નકકી કરેલું.હવે તો મોહિની પોતાના ઘર કરતા અહિં પોતાની ઓફીસમાં વધારે ખુશ રહેતી.ઘરે એનું મન હવે ઓછું લાગતું.કારણ કે એ રાત્રે જયાંરે મોહિનીએ પોતાના પતિને ટોની અને સમ્યકની વાત કરી તો એનો પ્રત્યુતર કંઇક આવો હતો “સારું, હવે તો એ ટોની ગયોને.હવે તારે નોકરી છોડવાની કોઇ જરૂર નથી.સમ્યક જેવો બોસ હોય પછી શું ચીંતા? હવે શાંતિથી નોકરી કરજે.” એની વાતમાં મોહિનીને કયાંય પતિ તરીકેની સાંત્વના ...Read More

5

પારદર્શી - 5

પારદર્શી-5 સમ્યકનાં મનમાં રહેલા ઘણાં સવાલોનાં આજે સમાધાન થાય એમ હતા.એના પપ્પા આજે લગભગ એક મહિના પછી ફરી દેખાયા હતા.સમ્યક કંઇ બોલી શકે એ પહેલા જ રમેશભાઇ બોલ્યાં “ વાહ દિકરા!!આ સિદ્ધીમાં તું તો ઘણો આગળ નીકળી ગયો.એટલે જ હવે આ પ્રવાહી તારા માટે લઇ આવ્યોં.” એમણે ટેબલ પર પડેલી એ ખાલી બોટલ તરફ ઇશારો કર્યોં.પણ એ પ્રવાહી કરતા સમ્યકનાં મનમાં તરતા કેટલાય સવાલો મહત્વનાં હતા એટલે એણે પુછયું “પપ્પા, તમે ફરી કયાં ચાલ્યાં ગયા હતા? મારે તમારી ઘણી જરૂર છે.”“દિકરા, તારા માટે જ તિબેટમાં મારા ગુરુ પાસે ગયેલો.”“તમે તો આ વિદ્યા ...Read More

6

પારદર્શી - 6

પારદર્શી-6 અદ્રશ્ય પ્રવાહી પીધા પછી આજે પાંચમા દિવસે સમ્યકે પોતાની ફેકટરીમાં જ અદ્રશ્ય રહેવાનું નકકી કર્યું.એટલે જ આગલા દિવસે એણે તમામ સ્ટાફને સુચના આપેલી કે આવતીકાલે હું ફેકટરી પર નહિં આવું.ઘરેથી પોતાની કાર જાતે ચલાવી ફેકટરીથી થોડે દુર કારમાં બેઠો.થોડીવારે કારમાં જ અદ્રશ્ય થયો.ખરાઇ કરવા માટે કારનો મિરર પોતાના આખા શરીર તરફ ફેરવી જોયો.પણ સમ્યક પોતે પણ પોતાને ન જોઇ શકયો.અને એ વાતનો એને ખુબ આનંદ થયો.કારણ કે એણે અદ્રશ્ય રહીને જ કોઇ વસ્તુ પણ ચલાયમાન કરી.એણે કારનો દરવાજો ખોલ્યાં વિના ઉતરવા કોશીષ કરી પણ એ હજુ શકય ...Read More

7

પારદર્શી - 7

પારદર્શી-7 જે ઘટનાઓ માનવ પ્રયાસ કે માનવીનાં હસ્તક્ષેપ ઘટતી હોય એના તરફ જો બારીકાઇથી ધ્યાન જાય તો આખરે માનવમન એને ચમત્કારમાં જ ગણી લે છે.અમુક સુક્ષ્મ સત્યો હજુ પરદા પાછળ જ રહ્યાં છે.નાની કે મોટી ઘટનાઓ બને ત્યાંરે જો એની પાછળ કોઇ કારણ કે કર્તા અદ્રશ્ય રહે તો એ ઘટનાની છાપ માનવમનમાં ડર પણ ઉત્પન્ન કરે છે.એવો જ ડર સમ્યકની ફેકટરીનાં પેલા હેડમિકેનીક ને પણ લાગી ગયો.જેના ઉપર મૃત્યુસમાન હથોડો પડતો રોકીને સમ્યકે એનો અદ્રશ્ય બચાવ કર્યોં હતો.બીજા દિવસે ફેકટરી પર સમ્યકને જાણવા મળ્યું કે એ આજે રજા પર છે.કારણમાં એને ખુબ જ તાવ ...Read More

8

પારદર્શી - 8

પારદર્શી-8 અદ્રશ્ય રહીને સમ્યકે કરેલા કાર્યો ખુબ હતા.ઘણાં નાના મોટા ગુનાઓ થતા પહેલા જ એણે રોકયા.અને કોઇપણ જાતની પ્રસિદ્ધી વિના પણ એ કામ કર્યે જતો હતો.દુનિયાની નજરમાં આ બધા કાર્યોં કયાં તો ભુતપ્રેત કયાં તો ઇશ્વરીય શકિતઓ દ્વારા થતા જણાતા.સમ્યક જે જે ઘટનાઓનો હિસ્સો બનતો એ કિસ્સાઓને બીજા દિવસે સમાચારમાં કોઇ અલગ જ કારણ સાથે પ્રસિદ્ધ કરાતા.અને એ બરાબર જ હતું કારણકે કોઇ અદ્રશ્યની વ્યાખ્યા તો શું કરે? જે જોઇ નથી શકાતુ એનું વર્ણન માનવ મગજમાં નથી જ ઉતરતું.પણ સમ્યકનાં પરોપકારી સ્વભાવ મુજબ આ ઘટનાઓની ખોટી વ્યાખ્યાઓ એને કોઇ અસર કરતી ન હતી. ‘બીત ...Read More

9

પારદર્શી - 9

પારદર્શી-9 ટોનીનાં ફલેટમાં એક બેડરૂમમાં અંદર બંધ પડેલી મોહિની, ટોની, સમીર અને પરીસ્થિતી પામી ગયેલો અદ્રશ્ય સમ્યક.હવે સમ્યકને સૌથી પહેલા મોહિનીને બચાવવા એને જોવી જરૂરી હતી.એટલે એણે એ દરવાજાની આરપાર નીકળવા પ્રયત્ન કર્યોં.એણે પોતાનો જમણો હાથ દરવાજા તરફ લંબાવ્યોં.ખુબ જ અચરજ સાથે એ હાથ દરવાજાની આરપાર નીકળી ગયો.સમ્યક હળવેથી પોતાના અદ્રશ્ય શરીર સાથે આરપાર થઇ બેડરૂમની અંદર હતો.અંદર મોહિનીને બેડ પર બાંધેલી હાલતમાં સુતેલી જોઇ.આ દ્રશ્ય જોઇ સમ્યકથી એક નિશાસો નીકળી ગયો અને સાથે બે શબ્દો પણ સરી પડયા “ઓહ! મોહિની.” મોહિનીને ટોનીએ નશાનું ઇન્જેકશન આપેલું.એ અર્ધબેભાન અને માદક અવસ્થામાં હતી.છતા સમ્યકનો અવાજ એ સાંભળી ગઇ.અને ...Read More

10

પારદર્શી - 10

પારદર્શી-10 મોહિનીનો બચાવ અને ટોનીથી છુટકારો કર્યો એનો ખુબ હાશકારો અને આનંદ હતો.એ રાતે પણ સમ્યક ઘરે જ રહ્યોં.પત્નિ દિશાને પણ વધારે કે ખોટી શંકા ન જાય એ માટે એણે ઘરે જ બાળકો અને પત્નિ સાથે સમય વિતાવ્યોં.ફરી એક જીંદગી બચાવ્યાંનો આનંદ કયાંય શબ્દો દ્વારા તો એ વ્યકત કરી શકે એમ ન હતો.પણ પોતાના બાળકો અને પત્નિ સાથે મોડી રાત સુધી હસવા-બોલવામાં પોતાની એ ખુશી આડકતરી રીતે એણે વ્યકત કરી.ટોનીને પડોશીઓની જાણનાં આધારે પોલીસ પકડી ગઇ હતી.સમીરની હાલત હોસ્પીટલમાં ગંભીર હતી.એ કોમામાં હતો એટલે કોઇ સ્ટેટમેન્ટ પણ આપી શકયો નહિં.ટોની પાસે ...Read More

11

પારદર્શી - 11

પારદર્શી-11 ગઇ રાત્રે બનેલી ઘટના જેમાં પેલા વૃદ્ધ દંપતિનો બચાવ થયો, એ વાતથી ઘણો સંતોષ હતો.પણ એના પપ્પાએ કહેલી વાતોથી એ થોડો ‘ડિસટર્બ’ થયો હતો.જો હવે અદ્રશ્ય થયા પછી કોઇને અવાજ નહિં સંભળાઇ તો એનાથી લાભ થશે કે હાની? એ કેટલાય વિચારો પછી પણ સમ્યક નકકી ન કરી શકયો.આખરે એ વાતને ગૌણ માની એ આગળ વધ્યોં.હવે તો રોજ રાત્રે એ નીકળી પડતો.કેટલાય લોકોને મદદ કરી શકતો.પણ દરેક ઘટના બીજા દિવસે સમાચારોમાં ચમત્કારીક સાબીત થવા લાગી.શહેરમાં અમુક તો સીસીટીવીનાં ફુટેજ પણ સોશ્યલ મીડીયામાં ફરતા થઇ ગયા.જેમાં સમ્યક તો નહિં પણ એનું અદ્રશ્યપણું છતુ થવા લાગ્યું.અમુક લોકો આને ...Read More

12

પારદર્શી - 12

પારદર્શી-12 બીજા દિવસે સવારે બંને બાળકો સ્કુલે ગયા હતા.સમ્યક તૈયાર ડાઇનીંગ ટેબલ પર નાસ્તાની અને દિશાની રાહ જોઇને બેઠો હતો.દિશા જયાંરે એના માટે ગરમ ઈડલી લઇને આવી તો સમ્યક ત્યાં ન હતો.એની ડીશમાં રાખેલી કાંટાચમચી પણ ગાયબ હતી.દિશાએ ઇડલી સમ્યકની ડીશમાં મુકીને કહ્યું “સમ્યક? તમે અહિં છો?”સમ્યકે આ સાંભળ્યું એટલે કાંટાચમચીને પોતાના ડાબા હાથમાં ખુંચાવી.એ ટેબલ પર જ હતો અને દેખાયો.દિશા પણ ટેબલ પર પોતાની ડીશ લઇને બેઠી.સમ્યકે ખાવાનું શરૂ કર્યું પણ દિશા વિચારોને લીધે ખાવાનું ભુલી ગઇ.સમ્યકનું ધ્યાન ગયુ એટલે પુછયું “કેમ ખાતી નથી?...શું વિચારે છે?”“જો તમે આમ ગમે ત્યાંરે ગુમ થઇ જશો તો ...Read More

13

પારદર્શી - 13

પારદર્શી-13 શહેરથી દુર ખેતરાઉં વિસ્તારમાં લગભગ બે વિઘા ખેતીની જમીન સમ્યકે એમાં મોટો બંગલો બનાવેલો.આખી જગ્યાને ફરતી દિવાલ હતી.મુખ્ય રસ્તાથી બસો મીટર અંદર એક નાનો રસ્તો એના ગેઇટ સુધી આવતો હતો.એ ગેઇટની ડાબી બાજુ અંદર એક રુમ અને રસોડુ બનેલા હતા.એમાં એક પંચાવન વરસના કાકા નામે સીતારામભાઇ રહેતા હતા.આજે પણ એમણે જ દરવાજો ખોલ્યોં.આમ તો એ અહિં ચોકીદાર પણ માલિક કે એમનાં કોઇ મહેમાન ન હોય ત્યાંરે એકલા જ આખુ ફાર્મહાઉસ સંભાળી લેતા.એ એકલા જ અહિં રહેતા અને રસોઇ પણ બનાવતા.આઠેક વર્ષમાં એમણે જાતે જ ઉગાડેલા વૃક્ષો પણ હવે ઘટાદાર હતા.ચોમાસામાં તો અહિં પ્રકૃતિ એની ...Read More

14

પારદર્શી - 14

પારદર્શી-14 અદ્રશ્ય થવાની આ અદ્ભુત સિદ્ધી વારસાગત મળી હતી.એમાં એનો સરળ અને શાંત સ્વભાવ પણ કારણભુત હતો.અદ્રશ્ય રહીને પણ એણે હંમેસા લોકોને મદદ કરી હતી.આ સિદ્ધીનાં અલગ અલગ તબકકે એના પપ્પા જ એના માટે ગુરુ રહ્યાં છે.પણ સતત ત્રણ દિવસથી એ ગાયબ જ રહ્યોં.ઘણા પ્રયત્નો છતા પણ એ પોતાની દ્રશ્યમાન થવાની ઇચ્છા પુરી ન કરી શકયો.મોહિનીની અમાન્ય માંગ, દિશાની માન્ય માંગ અને પોતે આ સિદ્ધી પર કાબુ ગુમાવ્યાનો ભાર એના મનમાં રાખી એણે ત્રણ દિવસ વીતાવ્યાં હતા.પણ આજે પોતાના ફાર્મહાઉસનાં એક ઝાડ નીચે એના પપ્પા રમેશભાઇ જાણે બધી તકલીફો દુર કરવા હાજર થયા.એને ...Read More

15

પારદર્શી - 15

સમ્યક હવે એક દુનિયા છોડી બીજી અદ્રશ્ય દુનિયામાં ગયો.પણ પહેલી દુનિયાનાં તરંગો એને અસ્થિર કરતા હતા.એની તમામ આશકિત અને પહેલી દુનિયા સાથે જોડાયેલી હતી.બહું જ સહજ રીતે મળેલી આ સિદ્ધી હવે એના માટે ભારરૂપ પણ હતી.કોઇ એક જ દુનિયા એની પસંદગી હતી જ નહિ.છતા હવે એ લાચાર થઇ આ અદ્રશ્ય દુનિયાનાં લાભો વિશે વિચારતો બેઠો હતો.ફાર્મહાઉસનાં લીવીંગરૂમમાં એકલો બેઠો હતો.રાતનાં લગભગ 10.00 વાગ્યા હતા.હવે કોઇ ચોકકસ પ્લાન તો એની પાસે હતો નહિ.એટલે સામેનાં ખુલ્લા કબાટમાં પડેલા અમુક પોતે જ રાખેલા પુસ્તકો પર નજર ગઇ.એ વાંચવા ...Read More

16

પારદર્શી - 16

પારદર્શી-16 સમ્યક હવે બે દિવસ પોતાના ફાર્મહાઉસમાં જ ભરાઇ રહ્યોં.પેલા મચાવેલા તોફાનનો એને વારે વારે અફસોસ અને ગુસ્સો કોરી ખાતો હતો.એને હવે બધા જ નકારાત્મક ભાવોએ ઘેરી લીધો.એને લીધે એ તદન આળસુ થયો.એને હવે કશું જ કરવાની ઇચ્છા થતી ન હતી.આખરે એક રાત્રે ફરી ઘરે જવાનું નકકી કર્યું.એણે નકકી કરી લીધુ કે હવે દિશાને આ કડવું સત્ય જણાવી દેવું.જેટલું વહેલુ કહીશ એટલું ઝડપથી એ મારી આ અવસ્થા સ્વીકારી લેશે.થોડો સમય દુઃખ થશે પછી સમય બધુ ભુલાવી દેશે.અકાળે જો મૃત્યુ આવે તો પોતાનો પરીવાર એકલો અને આધાર વિનાનો રહી જ જાય છેને! જગતમાં એવા કેટલાય પરીવારો ...Read More

17

પારદર્શી - 17

પારદર્શી-17 સમ્યક અને દિશા રાતનાં 2.30 પોતાના લીવીંગરૂમમાં બેઠા હતા.સમ્યકને જયાંરે મોહિનીનો ફોન આવ્યોં ત્યાંરે એના મગજમાં ઝબકાર થયો કે જો મોહિની સાથ આપે તો આ સિદ્ધીની શરતનો ભંગ થાય તો પાછો હું મારી દુનિયામાં, મારી દિશા પાસે આવી શકુ.પણ દિશાએ ફરી સમ્યકનાં ખભ્ભા પર માથુ રાખ્યું અને હળવેથી બોલી“મોહિનીને અત્યાંરે શું કામ હતુ?”“એ છોકરી અડધી પાગલ છે.એને કંઇક ઓફીસનું કામ યાદ આવી ગયુ તો અત્યાંરે ફોન કર્યોં.” સમ્યક તો આરામથી ખોટું બોલી શકતો હતો.એના ચહેરા કે આંખો તરફ દિશા કયાં જોઇ શકતી હતી? દિશાએ જાણે હવે સમ્યકને કયાંય પણ ન જવા દેવો ...Read More

18

પારદર્શી - 18

પારદર્શી-18 સમ્યકનાં ફાર્મહાઉસ પર આજે ઘણાં દિવસો પછી એના પપ્પા રમેશભાઇ એને મળવા આવ્યાં.સમ્યકની સામે પડેલી દારૂની ખાલી થયેલી બોટલ અને સમ્યકની મોહિની સાથેની ટેલીફોનીક વાતચીત રમેશભાઇએ જોઇ અને સાંભળી.સમ્યકને એના પપ્પા પર હવે ભારોભાર ગુસ્સો હતો એટલે એ કશું બોલ્યો નહિ તો રમેશભાઇએ શરૂઆત કરી“દિકરા, તું આ બધુ શું કરે છે? અસહાય લોકોની મદદની વાતો કરનાર આજે એક બોટલ દારૂ પીયને એક સ્ત્રીનું શોષણ કરવા તૈયાર થઇ ગયો?” “તો પછી મને આ અદ્રશ્ય અવસ્થાએથી બહાર કાઢો.મારે નથી જોઇતું તમારું અમરત્વ.” સમ્યક ઉંચા અવાજે બોલ્યોં.“ચાલ, આજે તને મારા ગુરૂનાં ઘરે લઇ જાઉં.પછી તારે ...Read More

19

પારદર્શી - 19

પારદર્શી-19 નવા લોકમાં સમ્યક એક સરોવરમાં બનેલા પુલ એના પપ્પાની પાછળ ચાલતો થયો.થોડીવારમાં એ લોકો ટેકરી પર આવી ગયા.ટેકરીમાં અમુક નાના છોડ ઉગેલા હતા.કયાંક કયાંક પગદંડીઓ નજરે ચડતી હતી.એમાં પથ્થર તો કયાંય પણ દેખાતા ન હતા.ટેકરી ઉપર ચડવાનું હતુ.એ ચઢાણમાં સમ્યકે ઉપર શું છે એ જોવા ઉપર ટેકરીની ટોંચ તરફ જોયું.એવામાં એના પગમાં એક ઝાડની ડાળ આવી અને એ પડી ગયો.એ બેભાન થયો. સમ્યક ભાનમાં આવ્યોં ત્યાંરે એને પોતાના મોબાઇલની રીંગ સંભળાઇ.એણે આંખો ખોલી જોયું તો પોતે પોતાના ફાર્મહાઉસમાં હતો.અને સામે રમેશભાઇ મરક મરક હસતા હતા.સમ્યક ઉભો થયો.એને પોતાનું શરીર ...Read More

20

પારદર્શી - 20

પારદર્શી-20 સમ્યક અને મોહિની આજે ફાર્મહાઉસ પર એકલા હતા.મોહિની કીચનમાં રસોઇ બનાવી રહી હતી.સમ્યક અદ્રશ્ય હતો.એટલે જ કીચનમાં ઉભેલી મોહિની થોડી થોડી વારે પાછળ જોઇ લેતી હતી.પછી મોહિનીએ કીચનમાંથી જ બુમ પાડી“સમ્યક, અહિં કંઇ ‘સ્વીટ’ તો નથી દેખાતી?” સમ્યક સોફા પર બેઠો હતો.એને મોહિનીની મજાક કરવાનું સુઝયું એટલે એ મૌન જ રહ્યોં.મોહિની ફરી એ જ વાકય બોલી.સમ્યક હજુ પણ નિઃશબ્દ જ રહ્યોં.મોહિની હવે લીવીંગરૂમમાં આવી.એ સોફા તરફ હળવે પગલે આવી અને સોફાથી બે ડગલા દુર ઉભી રહી ગઇ.સમ્યકને આ જોઇ હસવુ આવ્યું.કોઇ અંધ વ્યક્તિ જેવા મોહિનીનાં હાવભાવ જોઇ એને મોહિની ‘સ્વીટ’ લાગી.મોહિનીએ ફરી મોટા અવાજથી ...Read More