પૈડાં ફરતાં રહે - 4

  • 2.9k
  • 1
  • 1k

4 'તો સાયબને સમજાવી આવી પુગ્યો મારી 1212 પર. આ 6 કલાકની ધૂળ ઝાટકી, આ પાણીથી ધોઈ, આ ટાયર પર થઈ ડોર ખોલી ચડ્યો. સીટ સરખી એડજસ્ટ કરી, મીરર ગોઠવ્યો, પેસેન્જરનું ડોર પણ બંધ સે ઈ ચેક કરી ઇગનીશનમાં સાવી ફેરવીને ક્લચ, ગિયર પાડી બસ શરૂ કરી. પૈડાં ફરતાં રહે. એક્સપ્રેસ હાઇવે થઈ વે'લું આવે વડોદરા. પાછા કમસેકમ સુરત સુધીના પેસેન્જર ચઇડા 'તા. અંબાજીથી નીકળ્યા તારે બે ત્રણ રાજસ્થાની, એક કપલ મહેસાણી બોલતું હતું. ત્રણ લોકો સુવા કે વાંચવામાં હતા. પછી મહેસાણી કાને પડતી 'તી. બસ ભરાઈ ગઈ તારે હંધીય કોરની ભાષામાં ગણગણાટ હાલતો 'તો. ઈ હવે તોતડી પણ મીઠી