ધ ગુજ્જુ એન્ડ ગન્સ - 11 (બુટલેગિંગ)

(16)
  • 2.8k
  • 1
  • 1.2k

ટાઇગર તેને જેલના જીમખાનામાં લઈ ગયો. સમરે જોયું કે ઘણા બધા કેદીઓ ત્યાં કસરત કરી રહ્યા હતા. બધાનો બાંધો મજબૂત હતો. ' હે... સમર અહીંયાં આવ ' ટાઇગરે બૂમ પાડી સમરને બોલાવ્યો. ટાઇગરે કસરત કરવાનું શરૂ કર્યું અને સમરને ખાલી સપોર્ટ આપવા કહ્યું. થોડા દિવસો વીત્યા. ટાઇગર દરરોજ સવારે તેને પોતાની સાથે જીમખાનામાં લઈ જતો. સમર પણ થોડી ખુલીને વાત કરવા લાગ્યો હતો. જાણે તેને એક મોટો ભાઈ મળ્યો હોય. ************** સપ્ટેમ્બર , 1987 લગભગ સાંજના પાંચ વાગવા આવ્યા હશે. આકાશમાં કાળા ભમ્મર વાદળાં છવાઈ ગયા હતા. વરસાદના છાંટા પડવાની શરૂઆત નહતી થઈ પણ વીજળીના કડાકા ભડાકાનો અવાજ આવી રહ્યો