કૂબો સ્નેહનો - 55

(22)
  • 2.7k
  • 2
  • 996

? આરતીસોની ? પ્રકરણ : 55 વિરાજનું ભયંકર સ્વરૂપ જોઈને આવનારા વાવાઝોડાના વિચારથી દિક્ષાના મનનું કબૂતર ફડફડ પાંખો ફફડાવવા લાગ્યું હતું. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ સમય સાંકળોથી બંધાઈને ચાલતો હોય એમ ચાલતો હતો. નતાશાના બોલાયેલા એ શબ્દો હવામાં ઝળુંબી રહ્યાં હતાં. શૌતન શબ્દે દિક્ષાના આસપાસ ભરડો લીધો હતો અને ચહેરા પર આગિયા માફક ઝબકી રહ્યાં હતાં. અમ્માએ વિરાજનો હાથ પકડી હળવેથી પથારીમાં સૂવાડ્યો, પગ પર બ્લેન્કેટ ઓઢાડી કપાળ પર હળવેકથી ચુંબન કરી, વ્હાલ કરી એને સમજાવતા કહ્યું, "વિરુ દીકરા તું શાંત રહે.. આટલો બધો ક્રોધ તારા માટે ઠીક નથી.. કાદવમાં ઢેકારો નાખવાથી કાદવના છાંટા આપણી ઉપર ઊડ્યાં વિના