ત્રણ વિકલ્પ - 15

(51)
  • 3.4k
  • 3
  • 1.7k

ત્રણ વિકલ્પ ડો. હિના દરજી પ્રકરણ : ૧૫ અનુપે સ્પષ્ટ શબ્દોમાં અજયને જણાવ્યુ હતું કે નિમિતા ફોન પોતાની પાસે રાખી ના શકે એવા કપડાં આપવા. સ્કર્ટમાં ખીસું નહીં જોવાની અજયથી ભૂલ થઈ હતી. કોઈનાથી અજાણતા ભૂલ થઈ હોય તો માફ ના કરનાર અનુપ આજે શાંત હતો. વાસના પૂરી કરવા માટે જાનવર જેવું વર્તન કરતાં અનુપે પોતાની હવસ ઉપર કાબૂ મેળવ્યો હતો. હાથમાં આવી ગયેલી કોઈ છોકરીને અનુપ જવા દે એ અકલ્પનીય હતું, પણ આજે એવું બન્યું હતું. અજય અને રાકેશ બન્ને અનુપના વર્તનને સમજી શકતા નથી. બન્નેને અનુપ કરતાં પોતાના વિલાસી જીવનની વધારે પડી હતી. જો અનુપ પોતાની ઐયાસી