કોરોના કકડાટ હાસ્યની હળવાશ – ૧૦ 

  • 4.5k
  • 3
  • 1.3k

કોરોના કકડાટ હાસ્યની હળવાશ – ૧૦ રૂમમાં સરસ મજાનું અંધારું હતું. એસી ચાલુ હતું.અને હું આરામથી પથારીમાં પડ્યો હતો. ઘડિયાળમાં જોયું તો આઠ વાગ્યા હતા. આમેય માં મોડા ઉઠવાની આદત પડી ગઈ છે. ત્યાં બેડરૂમનો દરવાજો ખૂલ્યો મડોદરીની ઝેરોક્સ જેવા મારા અર્ધાંગિની પ્રવેશ્યા અને તાડૂક્યા : ચાલો હવે ઉઠો, જમી લ્યો થાળી પીરસુ છું. આજે સવારના આઠ વાગ્યામાં રસોઈ કરી નાખી ? કોઈ નું શ્રાદ્ધ છે ? કાગવાસ નાખવાનો છે શું ?તો મને કહે તમારું ફરી ગયું છે કે શું ? સવારના આઠ નહીં રાતના આઠ વાગ્યા છે. બારીના પડદા ખોલ્યા તો ખબર પડી કે બ્હાર અંધારું થઇ ચુક્યું છે.