પ્રતિશોધ પ્રથમ અંક - 10

(194)
  • 5.7k
  • 12
  • 3.8k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:10 મે ૨૦૦૨, અબુના, કેરળ મયાંગથી બસમાં ગુવાહાટી, ગુવાહાટીથી બસ મારફતે શાલીમાર, શાલીમારથી ઉપડતી ગુરુદેવ એક્સપ્રેસ મારફતે કેરળનાં ખૂબસૂરત શહેર એરનાકુલમ પહોંચવામાં શંકરનાથ પંડિતને અડતાલીસ કલાક એટલે કે બે દિવસ જેટલો સમય લાગી ગયો. પોતાનાં પૌત્ર સૂર્યા સાથે જ્યારે પંડિત શંકરનાથ એરનાકુલમ પહોંચ્યાં ત્યારે એમને લેવા અબુના ગામનો સરપંચ હેનરી વિલિયમ્સ પોતાની કાર લઈને ખુદ પધાર્યો હતો. પચાસ વર્ષની ઉંમર, ફાંદ નીકળેલું શરીર, માફકસરની ઊંચાઈ અને શ્વેત ત્વચા ધરાવતો હેનરી કોઈ યુરોપિયન જેવો લાગી રહ્યો હતો. એરનાકુલમથી અબુનાની બે કલાકની સફર દરમિયાન શંકરનાથને જાણવા મળ્યું કે અબુના ગામની વસ્તી બે હજારની આસપાસ છે. પાંચ-છ ગરીબ હિંદુ પરિવારને