હું પણ એક સ્ત્રી છું

  • 2.7k
  • 924

કાજલ એક સંસ્કારી ઘરની સંસ્કારી દિકરી.બચપણથી કાજલનો ઉછેર પારકા ઘરે જવાની છે એ રીતે જ થયો હતો.હંમેશા એને એમ જ કહેવામાં આવતું કે દિકરી એ તો પારકું ધન છે.સંયુક્ત પરિવારમાં રહેનારી કાજલ એનાં મમ્મી પપ્પાનું પહેલું સંતાન.પણ દિકરીનાં જન્મથી માં સિવાય બીજા કોઈને ખુશી થઈ ન હતી.કાજલની દાદી કાજલની સામે જ એના કાકાનાં દીકરાઓને ખૂબ જ લાડ લડાવે.દિકરાઓને ખોળામાં બેસાડે.તેઓ ને જે જોઈએ એ અપાવે.પણ કાજલ કાઈ પણ કહે કે કોઈપણ વસ્તુ માંગે એટલે બસ કહી દે દિકરીથી આવુ ન કરાય.કાજલનાં પરિવારમાં સ્ત્રીઓનું કાઈ મહત્વ જ ન હતુ.દાદી એક સ્ત્રી હોવાં છતાં પણ એક સ્ત્રીને સમજતા ન હતા. ઘરમાં સ્ત્રીઓને