લોકડાઉન

(21)
  • 3.8k
  • 1.1k

બંગલા ની બહાર બોલાચાલી સાંભળી નુતન ગેટ પાસે આવી વોચમેન ને પૂછવા લાગી આ બધું શું છે?વોચમેન બોલ્યો મેડમ લોકડાઉન ને લીધે એક ભાઈ ફસાઈ ગયા છે પોલીસે આખો એરિયા સીલ કર્યો છે એટલે આશરો માંગવા કાલાવાલા કરે છે. નુતને ગેટ ની બારીમાંથી જોયું અને એના દિલ નાં ધબકારા વધી ગયા અને ફટાક કરતાં મહામહેનતે બંધ કરેલા યાદો નાં દરવાજાખુલી ગયાં.બહાર એક વખતનો કોલેજ સહાધ્યાયી મલ્હાર ઉભો હતો અને એ વખતે બન્ને ને એકબીજા પ્રત્યે કુણી લાગણી હતી.પણ સમય અને સંજોગવસ નુતન નાં લગ્ન શહેરના પાંચ માં પુછાય એવા ધનાઢ્ય પણ સ્વભાવે સરળ અને દરેક રીતે જવાબદારી નિભાવી કોઈ ફરિયાદ નો