ફરેબ યાને દગો

(48)
  • 2.8k
  • 2
  • 980

રવિ દેશપાંડે પૂણેનો ઉત્સાહી અને સાહસિક યુવાન હતો. તેણે પૂણે યુનીવર્સીટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી એક લીડીંગ ન્યુજ ચેનલમાં ક્રાઈમ રિપોર્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. માસ્ટર્સ પૂર્ણ કરી તે ગુનેગારોની મનોદશા પર રીસર્ચ કરી રહ્યો હતો. પી.એચ.ડી. ની થીસીસ લખવા માટે મહારાષ્ટ્ર સરકારે રવિને વિવિધ જેલોમાં જઈ ગુનેગારો સાથે વાર્તાલાપ કરવા તેમની ગુના પહેલાંની અને સજા પછીની મનોદશા જાણવા તેમજ જેલ અધિકારીઓને મળવા અને ગુનેગારોની ફાઈલોનો અભ્યાસ કરવાની ખાસ મંજુરી આપેલ હતી. આજના સમાચાર પત્રમાં આવેલ એક જાહેરાતે તેના મગજમાં ઉત્સુકતા પેદા કરી હતી. મહારાષ્ટ્ર અને ગોવા રાજયની સરહદોને અડીને આવેલા જંગલોમાં એક જુનું પુરાણું મકાન અને તેની આસપાસની લગભગ