ક્યારેક તો મળીશું - ભાગ ૧૬

(65)
  • 3.5k
  • 4
  • 1.6k

જશવંતભાઈ વસુધાબહેનને કહે છે "પ્રથમ માટે મેં એક યુવતી શોધી છે."વસુધાબહેન :- "શું નામ છે એ યુવતીનું?"જશવંતભાઈ:- "મૌસમ."વસુધા ખુશ થતા બોલે છે "ઑહ મૌસમ કેટલી સુંદર છે અને આપણા સ્ટેટસ વાળી જ છે. અને એમનો બિઝનેસ તો આપણા કરતા પણ વધારે છે. મૌસમ મોદીને હું ફોન કરીને ખુશ ખબરી આપી દઉં."જશવંતભાઈ:- "હું મૌસમ મોદીની નહીં મૌસમ પાઠકની વાત કરું છું."વસુધાબહેન:- "કોણ મૌસમ પાઠક? પેલી મિડલ ક્લાસ છોકરી. ન તો એ સુંદર છે ન તો એ આપણા સ્ટેટસ વાળી."જશવંતભાઈ:- "મૌસમમાં કોઈ ખામી નથી. મૌસમમાં એ બધાં ગુણ છે જે એક કૂળવધૂમાં હોવા જોઈએ."જશવંતભાઈ મૌસમના ઘરે જાય છે અને ભારતીબહેનને મળે છે.