આંખો કે ચશ્માની ફ્રેમ : જીવનમાં મહત્વનું શું છે?

  • 3.2k
  • 2
  • 687

“જીવન “ શબ્દ ખુબ નાનો, પણ તેને સમજવું અઘરું, ખરુંને? ઘણા લોકો માટે દરરોજ પસાર થતા દિવસો પણ જીવન જ છે અને ઘણા માટે કૈક કરી બતાવીને સફળ થવું એ જ જીવન હોય છે. દરેક વ્યક્તિ પોતાની રીતે જીવનની વ્યાખ્યા કરી શકે છે પણ એક વાત ચોક્કસ સ્વીકારવી પડે કે આપણે આજે જે નિર્ણય લઈએ છીએ, જે પસંદગી કરીએ છીએ તેના આધારે આપણી આવતીકાલનું નિર્માણ થતું હોય છે, એટલે કે જીવન એવી રીતે પસાર થવાનું હોય છે. તમે આજે શું કરો છો તેના પરથી તમારું ભવિષ્ય શું હશે તે નક્કી કરી શકાય છે.