અર્ધ અસત્ય. - 9

(160)
  • 8.3k
  • 11
  • 4.4k

એ બુઢ્ઢા આદમીએ આંખો ઉપર હાથનું નેજવું કરીને આકાશ તરફ જોયું. હજું બે ગાઉ જેટલું અંતર કાપવાનું બાકી હતું અને વરસાદ રોકાવાનું નામ લેતો નહોતો. જો આ જ રીતે વરસાદ ખાબકતો રહ્યો તો નદીમાં પુર આવવાની પુરેપુરી સંભાવના હતી અને એવુ થાય તો તેણે અહીંથી જ પાછા ફરી જવુ પડે કારણ કે ગાંડીતૂર બનેલી નદીને પાર કરવાનું સાહસ તેનામાં નહોતું. માથે ઓઢેલા શણનાં કોથળાને તેણે સંકોર્યો અને સાથે ચાલતાં પંદરેક વર્ષના પૌત્રનો હાથ મજબુતાઈથી પકડીને ચાલવાની ઝડપ થોડી વધારી.