કેટલાક અલભ્ય ગરબાઓ

  • 3.4k
  • 4
  • 1.3k

આજ રે સપનામાં મેં તો ... આજ રે સપનામાં મેં તો ડોલતા ડુંગર દીઠા જો ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો દહીં દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો જટાળા જોગી દીઠા જો સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો પારસપીપળો દીઠો જો તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી,