જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો - ૩

  • 2.7k
  • 2
  • 763

મારું બાળપણ અમદાવાદમાં વીત્યું અને મોટાભાગની કિશોરાવસ્થા પણ. કિશોરાવસ્થાના પાંચ વર્ષ તે સમયે પંચમહાલ તરીકે ઓળખાતા જીલ્લાના મુખ્યમથક ગોધરા અને બાદમાં લુણાવાડામાં પસાર કર્યા હતા. આ ઉપરાંત ઉનાળુ વેકેશનમાં વતન રાજકોટ અને જન્મસ્થળ જામનગર જવાનો વારંવાર મોકો મળતો જે યુવાનીમાં પ્રવેશ કરવા પછી પણ સતત ચાલુ રહ્યો હતો. આમ કુલ પાંચ વિવિધ સ્થળો અથવાતો નગરોના થિયેટરો જોવાનો, માણવાનો મોકો મળ્યો છે. પરંતુ એ સમયમાં કોઇપણ શહેર કે નગર હોય કેટલાક ચૂંટેલા થિયેટરો જ સ્વચ્છ અને સુઘડ રહેતા. એક બીજી હકીકત પણ હતી અને એ એવી હતી કે જો કોઈ થિયેટર સ્વચ્છ હોય તો પણ તેમાં ગરમીના સમયમાં ફિલ્મ જોતી વખતે