64 સમરહિલ - 91

(221)
  • 8.8k
  • 9
  • 4.9k

વહેલી સવારે લ્હાસાની ભાગોળે પૂર્વ દિશાની પહાડીઓ તરફ જતી પગદંડી પર ત્રણ જણા પગપાળા જઈ રહ્યા હતા. કિરમજી વસ્ત્રોમાં સોહતો એક બૌધ્ધ સાધુ હાથમાં મણિસ્તંભ ફેરવતો ઝૂકાવેલા ચહેરે સતત મંત્રજાપ કરતો ચાલ્યા કરતો હતો. વહેલી સવારની ઠંડકથી બચવા તેણે ઊઘાડા માથા પર મફલર જેવો દુશાલો ઓઢ્યો હતો અને પહોળું, ખુલતું ઘેરદાર પહેરણ છેક નીચે સુધી લહેરાતું હતું. તેની પાછળ બે દેહાતી તિબેટી, એક પુરુષ અને એક ઓરત, થોડુંક અંતર રાખીને ચાલ્યાં જતાં હતાં. પુરુષે માથા પર કશોક ટોપલો ઊંચક્યો હતો. સ્ત્રીના હાથમાં ય કશાક પોટલાં હતાં.