વિસામો

(44)
  • 3.3k
  • 804

' વિસામો ' રમા નાની હતી ત્યારથી જ પોતાના બાપની જોહુકમી સહન કરતી હતી . પોતાના બાપનો ત્રાસ સહન કરતા કરતા માઁ તો ક્યારની પરલોક સિધાવી ગઈ હતી . અને હવે રોજ પોતાનો વારો પડતો . નાની ઉંમરથી જ પારકા ઘરના કામ કરવા મોકલતો . પુરા દિવસમાં છ-સાત ઘરના કામ કરતી . એમા પણ જ્યાં કામ કરતી હોય ત્યાં એ લોકોની રોકટોક ...અને તાનશાહી... ઘણી શેઠાણીઓ તો માથા પર જ બેસતી હોય . એક એક કામમાં સૂચનાઓ આપ્યા કરતી . નાનકડું નિર્દોષ બાળપણ અને જવાબદારી બાપરે.... મહિને મળતો પગાર ઘરમાં આવતા જ એનો બાપ હાથમાંથી ઝૂંટવી લેતો . રમાનું બાળપણ