બાંકડો

  • 5k
  • 1
  • 1k

આવતા જતા તમામને લાગેલો થાક ઉતારવાનું સાધન. આમ આપણે કહીએ કે થાક ખાવાનું. પણ થાક થોડો ખવાય, એતો થાક ઉતારાય. બાંકડો મોટા ભાગે બગીચામાં કે સોસાયટીના નાકે કે ગામના પાદરે કે બસ સ્ટેન્ડ પર જોવા મળે. બાંકડો એવું સાધન છે જ્યાં લોકો બધાય પ્રકારની વાતો કરે. નાનેરા ભુલાકાઓના "ઘર-ઘત્તા" લઈ મોટા વૃદ્ધોના " અમારા જમાનામાં તો "સુધીના બધા પોતપોતાની રીતે ત્યાં વાતો કરે ને સમય ગાળે. બાંકડાનો જન્મ ક્યાંથી થયો તો એના માટે આ કારણ ગણું બંધ બેસતું છે. "ઓટલો" હા ગામમાં ગયા હોવ તો ખ્યાલ હોય દરેક ફળિયાના નાકે ઓટલો હોય. પાછો