મન મોહના - ૧૭

(170)
  • 3.7k
  • 8
  • 1.7k

ભરત એનું મોઢું મનના કાન પાસે લઈ જઈને બીજું કોઈ સાંભળે નહીં એમ એકદમ ધીમેથી બોલ્યો. આ બોલતી વખતે એની નજર ચારે બાજુ જોઈ રહી હતી કે એને કોઈ જોતું તો નથી ને. જોકે શિયાળાની ઠંડી રાત હોવાથી અત્યારે એમના સિવાય અહીં કોઈ ન હતું. એણે ફરી બોલવાનું શરૂ કર્યું, “લોહી પીવાવાળી ડાકણ! અમે લોકો તને બચાવવા કેટલું ભાગ્યા હતાં. છેલ્લે અશોકે, મોહનાનો ડ્રાઈવર અશોક, એણે રસ્તો બતાવ્યો ત્યારે તારા સુંધી પહોંચ્યા."“શું બકવાશ છે આ? મોહના અને..” મનના મોંઢેથી ડાકણ શબ્દ ન નીકળી શક્યો.“જો આ વાત બકવાશ હશેને તો સૌથી વધારે હું ખુશ થઈશ.” ક્યારનોય ચૂપ બેઠેલો નિમેશ હવે બોલ્યો, “તે