બ્રેક વિનાની સાયકલ - ઉધાર માંગી શરમાવશો નહી...!

(11)
  • 21.4k
  • 3
  • 4.1k

ઉધાર માંગી શરમાવશો નહી...!લગભગ દરેક દુકાને આવું એક બોર્ડ બકરીના નકલી કાન જેમ લટકતું હોય છે. દુકાનમાં જો મફતિયો ઘરાગ આવે તો દુકાનદાર આવા બોર્ડ સામે વારંવાર જોયા કરશે. નોકરને એ બોર્ડને ગાભો મારીને સાફ કરવાનું કહેશે. દુકાનદાર આવા મફતિયા ઘરાકને સંકેતમાં સમજાવવા મથતો હોય છે. તો પણ પેલો ઘરાક વસ્તુઓ લઈને સામે ચાલીને કહશે... “શેઠ, આપણા ખાતામાં લખી નાખજો...!” રુઆબથી ઉધાર પણ માગી શકાય છે. દુકાનદાર પણ આની રાહમાં હોય છે, કે ક્યારે કુકરી મેદાનમાં આવે? દુકાનદાર ઉછળી ઉછળીને કહેશે કે: “જુઓ મોટા... આપડે ઉધાર આપવાનું બંધ કર્યું છે, એ માટે આ બોર્ડ પણ માર્યું છે. હવે કોઈનું ખાતું અમે લખતા