વન્સ અપોન અ ટાઈમ - 51

(159)
  • 7.4k
  • 15
  • 5.3k

‘સ્મગલિંગની દુનિયાનો આ ચિતાર તમને એટલા માટે આપી રહ્યો છુ કે સ્મગલિંગના નેટવર્કને અને બોમ્બ બ્લાસ્ટ્સ માટે આરડીએક્સના લેન્ડિંગ અને એને કારણે દાઉદ ગેંગની ટેમ્પરરી પડતીનો સીધો સંબંધ છે. અને આ બધાની કડી મુંબઈની લોહિયાળ ગેંગવોર સુધી પહોંચે છે.’ પૂરક માહિતી આપીને પપ્પુ ટકલાએ ફરી વાતનો દોર સાધ્યો, ‘મુંબઈમાં બોમ્બધડાકા માટે મહારાષ્ટ્રમાં શ્રીવર્ધનના દરિયાકિનારે આરડીએક્સનું કન્સાઇન્મેન્ટ ઊતર્યું એ ઓપરેશન પણ આવું જ એક ઓપન સિક્રેટ ઓપરેશન હતું.