ચોખાની સરસ વાનગીઓ

(35)
  • 6.6k
  • 13
  • 2.2k

ચોખાની સરસ વાનગીઓ સં- મિતલ ઠક્કર ચોખાની વાનગીઓની રીત જાણતાં પહેલાં તેના વિશે ટૂંકમાં ઉપયોગી માહિતી જાણી લો. પછી જાણો ચોખાની સંકલિત કરી રજૂ કરેલ સરસ મજાની વાનગીઓ. ફક્ત ઉકાળીને ખાવા યોગ્ય બનાવી શકાય એવું એક સંપૂર્ણ અનાજ છે ‘ચોખા.’ વિશ્વના ઘણાં દેશોમાં ચોખા એ રોજિંદો ખોરાક છે. ચોખા ખાવામાં ભલે સ્વાદિષ્ટ ના હોય પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે ચીનમાં તો એવી કહેવત છે કે ‘ગૃહિણી ગમે તેટલી કુશળ હોય, ચોખા વિના તે પોતાની કુશળતા દર્શાવી નથી શકતી.’ ડિનરમાં ઘઉં કે બાજરીની રોટીના વિકલ્પમાં ચોખાના લોટની રોટી ઉપયોગમાં લેવાથી ખોરાક વધુ સુપાચ્ય બને છે