નથી હું કોઈ મહાન લેખક નથી હું કોઈ મહાન કવિ , આપ સૌની સ્નેહ બદલ પ્રેરણા મળે છે નવી.. future physicist. being optimistic person simple living high thinking budding writer..

21મી સદી નું ઉખાણું-2


જૂનું ને જાણીતું મારું નામ,
ફક્ત transfer થયું છે મારું ગામ,
હતો પહેલા બાપા નો લેંઘો જાજો,
અત્યારે છું ફેશન માં______________.21મી સદીનું ઉખાણું -1 નો જવાબ છે:- mobile phone

Read More

21મી સદી નું ઉખાણું.1

સવારે ઉઠી મારા દર્શન કરે છે,
ખિસ્સા માં લઇ સૌ મને ફરે છે,
બતાવો હું કોણ?
મારુ નામ છે___________.

Read More

જય માધવ, જય ગોવિંદ
જય ગિરધર , જય ગોપાલ

બની ગોવાળ ધેનુ ચરાવે,
રચી લીલા  સૌને નચાવે,
વગાડે વાંસળી મધુર સુર આપી ને તાલ,
જય ગિરધર ,જય ગોપાલ..

કનિષ્ઠ થી ગોવર્ધન ઉઠાવ્યો,
મથુરા જઇને કંસ ને હરાવ્યો,
નાચી ને નાગ ઉપર હતા જ્યારે બાલ,
જય ગિરધર ,જય ગોપાલ

ચોરી ચોરી દૂધ માખણ ખાધું,
ખાય માટી માતા ને બ્રહ્માંડ બતાવ્યુ,
સારથી બની ગીતા જ્ઞાન સમજાવ્યું,
જેણે કુરુક્ષેત્ર માં ધર્મ ને જીતાવ્યું..

ગોકુળ્યું ગમ્યું નહીં તો દ્વારિકા વસાવી,
સુદામા ને ભેટી સાચી મિત્રતા સમજાવી,
ચક્ર વાંસળી રાખી શાસ્ત્ર શસ્ત્ર ની રીત બતાવી,
પૂર્ણ પુરુષોત્તમ જેણે દુનિયા ઓળખી...

-----------અમિત વડગામા"અટલ"
કૃષ્ણ જન્માષ્ટમી ના આ પાવન પર્વ પર આપ સૌને
જય શ્રી કૃષ્ણ..🙏🙏🙏🙏

Read More

વર્ષો પછી આજે એક ઈંટ ને અહંકાર થયો કે શું રોજ આખા ઘર નો વજન હું જ ઉચકું ? બસ એટલું બોલી એ ઈંટ ખસી ગઈ ને ઘર કાટમાળ માં ફેરવાઈ ગયું..

Read More

જે લોકો સાતમ આઠમ માં "ગોપાલ"  લેશે એ લોકો ને "બાલાજી" ના "real"  સમ હો ભાઈ.....😂😂😂😊

**નમકીન association દ્વારા જનહિત માં જારી..

Read More

શીર્ષક:-લેખ

એક લેખક એ ભ્રષ્ટાચાર પર જોરદાર લેખ લખ્યો.. એ છાપવા માટે છાપા વાળા એ કીધું કે જો આ લેખ માણસો સુધી લાવવો હોઈ તો તમારે 500 રૂપિયા આપવા પડશે...

Read More

લઈને આવજે સોઈ દોરો , તો સાંધી લઈ હવે દિલને,
તો જવાબ આવ્યો છોડ ને હવે જીભ જ છે કાતર જેવી..

શીર્ષક:- તરસ
ઝૂંપડા માં રહેતા એક બાળક ને તરસ લાગી ઘર માં પાણી નહોતું એટલે એ બહાર એક ખાડો ખોદી ને એની માતા ને કહ્યું કે આપણે હવે દૂર સુધી ચાલી ને પાણી ભરવા નહીં જવું પડે મેં ખાડો ખોદયો છે ... ખાડા માં પાણી સંગ્રહ થઈ જશે એ આપણે વાપરશુ...

Read More

પતિ પત્ની વરસાદ માં પલળી ને છત્રી અને રેઇનકોટ લેવા ગયા એટલા માટે કે વરસાદ આવે તો પલળી નહીં અને ઘરે પાછા આવ્યા વરસાદ માં રેઇનકોટ પહેર્યાં વગર એટલા માટે કે રેઇનકોટ પલળે નહીં 😂😂😂...

Read More

टूटे हुए तारे को देख के मांगों तो इच्छा पूरी हो जाती है,
पर टूटे हुए दिल से पूछो तो जिंदगी ही बदल जाती हैं।।।

Read More