આવડ્યું એવી રીતે જીંદગી જીવી લીધી મેં,

પડી તિરાડ તો ડૂસકાં ભરી સીવી લીધી મેં.

"મતભેદ એક એવી ઉધઈ છે
કે
જે ધીમે ધીમે મન સુધી પહોચી
લાગણીઓ ને કોતરી નાખે છે."

*જીવન એ પરિચિત પડોશી છે..*

*જયારે મરણ એ અજાણ્યો મિત્ર છે..*

❛નમતી ડાળને કારણ વિના વાઢી નાખી
છાંયડાની ખોજમાં જીંદગી કાઢી નાખી.❜

શુભ સવાર...

છોડી દીધું છે બધા પાસેથી સમય માંગવાનું સાહેબ,
શું ખબર એમની પાસે ના કહેવાનો પણ સમય ના હોય !!

સુપ્રભાત

લાંબો પથ ને રસ્તા કાચા,
એક મુસાફર, લાખ લબાચા !!

પારંપારિક સૌના ઢાંચા,
સૌ માને છે... પોતે જ સાચા...

હજારો ફૂલોની ચીસ જ્યારે શાંત પડે છે
પછી બજારમાં અત્તરની શીશી મળે છે.

સુપ્રભાત

માનો કે ના માનો,
ઉમર નો પણ એક ચાર્મ છે!
જો હોય તબિયત કાબુમાં
તો જિંદગી બેફામ છે!

*બોલીએ એવું કે*
*"પળઘા"* *પડે*
*"ઘા"*
*નહીં*

*સારુ કામ અને સારી ભાષા ફિક્સ ડિપોઝિટ સમાન છે,*

*સમય જતાં મુડી ની સાથે વ્યાજ પણ આપી જાય છે....*