Hey, I am on Matrubharti!

જાણવા જેવી વાત છે એટલે જાણી લઉં છું,
દીવો પ્રગટાવ્યો પેહલા હું અંધકારનો શિકાર છું.

પ્રકૃતિની નિયમાવલીની મને બરાબર ખબર છે,
એટલે તો વસંત પેહલા પાનખરનો શિકાર છું.

સંજોગોએ સમયે સમયે નમતા શીખવાડ્યું છે,
એટલે તો જીવતે જીવત હું મરણનો શિકાર છું.

દોસ્તીએ સમયે સમયે દુશ્મનાવટ શીખવાડી છે,
એટલે દોસ્તો વચ્ચે પણ હું દુશ્મનીનો શિકાર છું.

#શિકાર

Read More

એની તીરછી નજરનો શિકાર છું,
બહારે ચમનમાં કરતો વિહાર છું.

નજીક જઈ સ્પર્શુ એને, ઓ ખુદા!,
આ ઝાંઝવા નીર હું ક્યાં પીનાર છું.

આ એકલ જીવન જીવવું કેમ?, ઓ ખુદા!
હું તો મારા જીવનસાથીનો શોધનાર છું.

કોક જીવનસાથી મળે તો ઠીક,
બાકી, હું ક્યાં કઈ સાથે લઈ જનાર છું.


#શિકાર

Read More

માનવીની અદ્રશ્ય અભિવ્યક્તિને 
શબ્દચિત્રથી દ્રશ્ય કરાવનાર, હું કવિ છું.

લાગણીનું નખશિખ રેખાચિત્ર પરિપૂર્ણ કરી
સો સમક્ષ મૂકી પીરસનાર, હું કવિ છું.

મનના ભાવોને કાગળ પર વિવિધ રંગોમાં ઢાળી
શબ્દની પીંછીથી રંગનાર, હું કવિ છું.

મનુષ્યજાતિને એકમેક સાથે સાંકળી રાખતો
શબ્દનો એકમેવ સેતુ બાંધનાર, હું કવિ છું.

#દ્રશ્ય

Read More

હું ' હું '  પર જો
વિજય મેળવું તે
બહુ ઘણું છે.

હું ' સ્વ ' થી જો
ઉપર ઉઠું એજ
બહુ ઘણું છે.

હું ' ॐ ' ઓળખું
સત્ય પારખું તો
બહુ ઘણું છે.

મરણોત્તર
રહસ્ય જ્ઞાનને
સમજે કોણ?

હું છું અજ્ઞાન
સત્ય સમજાય
એજ ઘણું છે.





#વિજય

Read More

લાવ્યો છું જે શબ્દો વાણી ના સ્વાંગમાં
બોલ્યું અકળાવતું મૌન કવિના સ્વાંગમાં

અસ્પષ્ટ છે સંબંધો લોહીના સ્વાંગમાં
કરે છે સહાય પ્રભુ!, માનવના સ્વાંગમાં

ભૂખ્યાં બની અન્ન ખાધું, ગરીબ ના સ્વાંગમાં
પ્રભુની લીલા અસ્પષ્ટ છે મહિમાના સ્વાંગમાં

#અસ્પષ્ટ

Read More

કામચલાઉ મેળો છે, મનેખનો આ જીવતર
ડગે ડગે મુશ્કેલી છે, માનેખને આ જીવતર

જન્મ મરણ નો ખેલ છે, ખેલ આ જીવતર
જન્મ મળ્યો કામચલાઉ, જીવીલે આ જીવતર

સંબંધોના પરપોટા ફોડે છે, આ જીવતર
કરેલા કર્મનો હિસાબ છે, ભોગવ આ જીવતર

સત્ય વસ્તુ જાણી લઈ, સફળ કરને આ જીવતર
આનંદ અનુભૂતિ કર, સત્યકર્મ કર આ જીવતર

જન્મ ઋણાનુબંધથી છે, ઋણ ચુકવને આ જીવતર
જન્મ મરણનું બંધન છે, હવે મુક્ત કરને આ જીવતર

#કામચલાઉ

Read More

તું ક્રિયાઓનો વિચાર કર
તે ઓળખીને વિશ્વાસ કર

જીભથી તું બોલા બોલ કર
બીજાને ના દુભે તે રટણ કર

વિશ્વાસની સુવાસ પાથર
શબ્દ અઢી અક્ષરનો વાપર

કોઈ હાથ લંબાવે તો મદદ કર
કોઈ ઓળખે તો ઓળખાણ કર


#વિશ્વાસ

Read More

છોડી ગયા સાથ, બાંધી વિશ્વાસની ગાંઠ
છે પૂનમનો અજવાસ, મારે મન કાળી રાત

નાવ સગપણની મધ દરિયે, તે ડુબાડી
સાથ છોડી મુજને, જીવવા તરછોડી

#વિશ્વાસ

Read More

જાતમાં વિશ્વાસ છે, કે જગદીશમાં
કર્મથી મહાન છે, તું આ વિશ્વમાં

વિશ્વાસ કેટલો દ્રઢ છે, તને ઈશમાં
પાર કરશે સઘળું, એમ નીરખે ટશમાં

વિશ્વાસ હવે વકર્યો છે, અંધવિશ્વાસમાં
માતા-ભુવા દોરા-તાવીજના અવઢવમાં

મેહનત પરિશ્રમની દાનત જેને હોયના,
શ્વાસે શ્વાસે અંધવિશ્વાસ, તેના જીવતરમાં

#વિશ્વાસ

Read More

ભ્રષ્ટ પંડિતોએ જે અંજલિ અર્પી'તી,
તે મંદિરના પાણીમાં હતા, જંતુ પડેલા.

પવિત્ર મંદિરની અશુદ્ધ હતી હાલત ,
જળમાં હતા જંતુ , જીવિત ને મરેલા.

નહીં સિધાવે સ્વર્ગે, ભ્રષ્ટાત્મા એવા પંડિતોની,
મનેખને અછૂત સમજી, પાણીથી શુદ્ધ પવિત્ર કરેલા.

આધુનિક યુગમાં પણ ના સુધર્યા હવે,
ભ્રષ્ટતાના અંશ હવે, વધુ ભ્રષ્ટાતા ભરેલા.

#મંદિર

Read More