Gujarati Song videos by Dhamak Watch Free

Published On : 16-May-2026 01:49am

4 views

ગીત : “મનની વાત”
તારા મનની વાત કહી દિયા કર મને,હું તને કમજોર નહીં, મજબૂત પણ નહીં કહું…તારી આંખોમાં જે ચુપચાપ વરસે છે ને,એ વરસાદને બસ શાંતિથી સાંભળું…
તારી વાતોને હું સંગીત નહીં કહું,ને નહીં કોઈ શોરનો નામ આપું…તું જેવું દિલથી બોલી જાય એક વાર,હું એ દરેક શબ્દને દિલમાં રાખું…
આ દુનિયામાં તું આડશુ બનીને ફરજે,લોકો સામે પથ્થર જેવો દેખાતો રહેજે…પણ મારી સામે બસ બાળક બની જાજે,હસજે, રડજે, ને નિખાલસ રહી જાજે…
ક્યારેક ખામોશી પણ થાકી જાય છે,દિલ અંદરથી ધીમે ધીમે તૂટી જાય છે…એ પહેલા તું મારી પાસે આવી જાજે,તારા મનનો ભાર થોડો વહેંચી જાજે…
હું ઉપદેશ નહીં આપું તને,ને નહીં તારાં દુઃખનું કારણ પૂછું…બસ તું એકવાર દિલ ખોલીને બોલજે,હું તારી ખામોશીને પણ સમજું…
તારા મનની વાત કહી દેજે મને…બાકી દુનિયાને જે સમજવું હોય સમજવા દેજે…તું બસ મારી સામે પોતે બનીને રહેજે…મને એટલું જ પૂરતું છે…

હીના ગોપીયાણી

0 Comments

Related Videos

Show More