Gujarati Poem videos by Dhamak Watch Free

Published On : 31-Mar-2026 02:23pm

53 views

અંધારામાં દબાયેલા એ સત્યો મને જગાડે છે,
કંઈ પણ બોલ્યા વગર ઘણું સમજાવે છે.
ઈચ્છાઓના આ વળાંક પર હું શું શોધી રહી છું?
ખબર નથી કેમ હું આમ એકલી ભટકી રહી છું?

દમ ઘૂંટાય એવી આ જગ્યા, હૈયું પથ્થર જેવું થયું,
પ્રેમ બધો સૂકાઈ ગયો ને મન તલવાર જેવું થયું.
નીકળી પડી છું એવા રસ્તે જ્યાંથી પાછું નથી વળવું,
ભલે ગમે તે થાય, હવે મારે નથી ડરવું.

નસીબના આ ખેલમાં હું સપનાઓ પાછળ દોડું છું,
જે મારા નથી કદી, એને જ હું ઝંખું છું.
આભમાં બહુ ઊંચે ઊડીને યાદોમાં ખોવાઈ જાઉં,
વેરવિખેર યાદોમાં મારી જાતને હોમી દઉં.

લાગે છે કે હારી ગઈ, પણ ખેલ હજી બાકી છે,
સત્ય બહાર લાવવાની એક વેળા હજી બાકી છે.
જ્યારે હકીકત સામે આવશે ત્યારે આ દુનિયા જોશે,
સત્તાના આ કિલ્લાઓ પળવારમાં નીચે પડશે.

હીના ગોપીયાણી

0 Comments

Related Videos

Show More