Gujarati Poem videos by Shah Nimishaben Kantilal Watch Free

Published On : 25-Jan-2026 11:21pm

0 views

આકાશે લહેરે તિરંગો, "વીરોનું જે ગાન,"
રંગે રૂડો દેશ મારો, વિશ્વમાં મહાન.                     
​નાનો હું સિપાહી, પણ અડગ મારું માન,
હિંદની આ માટીનું હું, રાખું સદા ધ્યાન.
​ભારતનો હું બાળ છું, ત્રિરંગો મારી શાન,
દેશ કાજે અર્પણ છે, હર પળ મારાં પ્રાણ.
​ત્રણ રંગોમાં ઝળકે કાયમ, આન, બાન, અભિમાન,
દુશ્મન સામે લડવા હું, બનું વીર જવાન.
​દેશપ્રેમના રંગમાં રેલાવું, ભક્તિનુ સદા તાન,
માનવતાના મંત્રો ગાતું, રાષ્ટ્ર બની એકતાન.
​ગુંજશે જગમાં નાદ અમારો, પ્યારું હિંદુસ્તાન,
સૌના હૈયે વસેલું મારું, સુંદર હિંદુસ્તાન!
like, share, & use for w. app status.

0 Comments

Related Videos

Show More