Gujarati Poem videos by Shah Nimishaben Kantilal Watch Free

Published On : 21-Dec-2025 04:00pm

77 views

શહેરની રોશનીમાં પણ અંધકાર દેખાય છે,
દરેક ચહેરા પર અહીં નકાબનો વેપાર દેખાય છે.

સચ્ચાઈ તો લાચાર અહીં,  શોરનો જ બસ તાજ છે,
ખામોશીની આંખોમાં હવે બસ ઇન્કાર દેખાય છે.

ગરીબના સપનાને કોઈ પૂછતું નથી સાહેબ,
મહેલમાં બેઠેલાને તો બસ અખબાર દેખાય છે.

અદલ ઇન્સાફ હવે માત્ર શબ્દોમાં રહી ગયો,
ગલીઓમાં તપાસો તો ગુનેગાર દેખાય છે.

કલાકાર લખે તો કહે, “બહુ કડવું લખ્યું તેં”,
પણ કાગળ પર જ સમાજનો ઇકરાર દેખાય છે.

​નિમિષા, આ દોરમાં સાચું બોલવું મુશ્કેલ છે,
કારણ સત્યથી લોકોને ખલેલનો ભાર દેખાય છે.

1 Comments

Related Videos

Show More