Gujarati Poem videos by મનોજ નાવડીયા Watch Free

Published On : 26-Jun-2025 06:54pm

97 views

કોરું આકાશ, એકલું કેમ ફાવે,
મળે કોઈ સાથી, કરે એમ સાદ,

અષાઢ આવ્યો, સાથી આવ્યો,
વાયરો હસે, વાદળો બની આવ્યો,

ગરજે તું, ચમકે તું,
ઝરમર વર્ષે તું, પાણી છલકે,
વૃક્ષો ઝૂમે, ટહુકે મોર,

રમે માટી, સુગંધ પ્રસરે,
ખીલે પકૃતિ મન, ખળખળ
નીર વહે, અમૃત વહે, જીવન વહે,

આવ્યો તું, ધરતીનો શ્વાસ આવ્યો,
મેધ આવ્યો, તું જ સાથી આવ્યો.

મનોજ નાવડીયા

0 Comments

Related Videos

Show More