Gujarati Motivational videos by મનોજ નાવડીયા Watch Free

Published On : 31-Jan-2025 07:36am

81 views

હજું એ ઘરનો ઓટલો યાદ આવે,
દાદની મીઠી મીઠી વાતો યાદ આવે,
ઓરડીમાં બેઠા સાંભળેલા ભજનો યાદ આવે,
શાળામા ભણાવતાં શિક્ષકોની યાદ આવે,
કેડીએ ચાલી ખેતરે જવાની યાદ આવે,
ખેતર ખેડતા ધરાની મીઠી સુગંધ યાદ આવે,
બાવળોના ગળ્યા પવડા ખાવાની યાદ આવે,
હાલતાં બળદોના ઘુઘરાનું સંગીત યાદ આવે,
ડેલા પાછળ સંતાકૂકડીની રમત યાદ આવે,
બોરડીના બોર વાગતા કાંટાની યાદ આવે,
ભર બપોરે લીમડા નીચે સુવાની યાદ આવે,
સીમ પાદરે રખડતા હું ને મારી જુની યાદો યાદ આવે.

મનોજ નાવડીયા

2 Comments

મનોજ નાવડીયા videos on Matrubharti
મનોજ નાવડીયા Matrubharti Verified 2 month ago

ખૂબ આભાર

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 2 month ago