Gujarati Religious videos by Deepak Vyas Watch Free

Published On : 06-Sep-2023 10:58pm

144 views

*આ હકીકત છે 👆🏻😀અનુભવ બોલે.*

રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને?
ડાંભાની કઢી મોહનથાળના ઢેફલાં યાદ છે તને?

ઘઉંનાં તે લોટનાં વાળીને ગોળીયા.
પુરી સૂકવવા સૌ ભાંડરડાં ધોડિયા.
એક એકને હારબંધ કેવા મેલતા યાદ છે તને?
રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને?

કેવાં બકડીયામાં તળતી રે મા!
સોડમ છેક શ્વાસ ભેળી ભળતી રે વ્હા!
કેવાં પછી પડી જતાં ભાઈ ટેસડાં યાદ છે તને?
રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને?

તીખાં, ગળ્યા,એમ વિધ વિધ રે તાવતી.
મા પછી ખીરની તાંસળી ભરીને લાવતી.
ઢેબરૂ મોઢામાં ને ખીરના સબડકા યાદ છે તને?
રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને?

સાંજ ઢળે પછી સાતમ જો આવતી.
'દેવ' દુધને બાળીને મા પેંડા બનાવતી.
વળી શીતળામાનાં મીઠાં કુલેરડા યાદ છે તને?
રાંધણછઠ્ઠની ખીર અને ઢેબરાં યાદ છે તને?

દેવાયત ભમ્મર:-✍️✍️

0 Comments