Gujarati Religious videos by Dr. Bhairavsinh Raol Watch Free

Published On : 05-Oct-2022 08:20pm

193 views

રુપાલ (તા. ગાંધીનગર) કે રૂપાલ ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ચાર તાલુકાઓ પૈકીના એક એવા ગાંધીનગર તાલુકામાં આવેલું એક નાનું ગામ છે.
પલ્લીનો મેળો ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના રુપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરે આસો સુદ નોમ ‍(૯)ના દિવસે ભરાતો પ્રસિધ્ધ મેળો છે. દેવી વરદાયિની માતાના શ્રદ્ધાળુ ભક્તો એ દિવસે માતાની પાલખી જય સાથે શોભાયાત્રા કાઢે છે.ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરથી ૧૩ કિલોમીટરના અંતરે આવેલા રુપાલ ગામે દર વર્ષે નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમના દિવસે પલ્લીનો મેળો યોજાય છે.વરદાયિની માતાને પ્રસન્ન કરવા ચોખ્ખું ઘી ધરાવાય છે. જેમાં અંદાજે ચાર લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. દેવીની પલ્લી-પાલખીને ઉંચકી જતો લાંબો વરઘોડો આ મેળાની વિશિષ્ટતા છે. દર વર્ષે પલ્લીમાં ૧૦ લાખ જેટલા ભાવિકો આવે છે.
BVR

5 Comments

Virendrasinh videos on Matrubharti
Virendrasinh 2 year ago

PMA videos on Matrubharti
PMA 2 year ago

Very good

PMA videos on Matrubharti
PMA 2 year ago

PMA videos on Matrubharti
PMA 2 year ago

Anurag Basu videos on Matrubharti
Anurag Basu Matrubharti Verified 2 year ago

🙏 jay vardayini mata