Gujarati Poem videos by Anil Patel_Bunny Watch Free

Published On : 15-Sep-2022 11:51am

124 views

પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

વાકેફ હશે ઘણા લોકો તારા રગેરગ થી...
ને છું અજાણ હું તારી દરેક વાત થી તો શું?
તારી બધી વાતો ને જાણવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

બોલે છે ઘણી વાર તુ મારાથી ખોટું...
એમાં પણ તને મારું ભલું દેખાય છે,
એવા જુઠ્ઠાણા ને સાચું માનવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

હશે તુ ગંગા જેવી પાક અને પવિત્ર...
પણ હું પોતાના કરેલા પાપ ધોઈને તને
અપવિત્ર કરીશ એવું ધારવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

તટસ્થ નથી રહેતો સમય હંમેશ ને માટે...
જે ક્ષણ આજે છે એ કાલે નહીં હોવાનો,
પણ દરેક ક્ષણ ને માણવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

સાથે જીવવા મરવાની વાત જ છે નકામી...
છતાં લોકો આપે છે પ્રેમ માં આવા વચન,
પણ બધાને એ વચન આપવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

પ્રેમ માં નથી જોતા શું સાચું અને શું ખોટું...
પસ્તાવો જ રહે છે ખોટી વાતો માં આવીને,
તારી ખોટી વાતો માં આવવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

હશે તું જ્યાં જ્યાં, રહીશ હું ત્યાં ત્યાં...
આવી નિર્દોષ વાતો ને માનીને એ પથ પર,
તારી સાથે જ હંમેશા ચાલવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

તુ જે કહે અને કરે એ બધું સાચું પણ...
તારી કીધેલી બધી વાતો ને સાચી માનીને,
મગ નું નામ મરી પાડવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

અંતર્યામી નથી હું, છતાં તારું મન વાંચી લેતો...
ક્યારેક ના વાંચી શક્યો હોઈ તો માફ કરજે,
પણ હવે તારા મન ને વાંચવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

માણસ માત્ર ભૂલ ને પાત્ર એ વાત સત્ય છે...
મારી એકલાની જ ભૂલ હશે એવું નથી પણ,
બધું મગજ માં ભરી રાખવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

લાખ બંધનો તોડી એક બંધન માં આવ્યા એ...
પ્રેમ નો બંધન હોઈ છે સૌથી પવિત્ર પણ,
તને કોઈ બંધન માં બાંધવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...

તારી ખુશી ને પોતાની જીત માનતો હું...
ને તારી જીત માં મારી ખુશી હતી પણ,
તારી જીત માં મારે હારવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી...
પ્રેમ માં પ્રિયપાત્ર ને પામવું જરૂરી તો નથી જ.

🖋️ Anil Patel (Bunny)

0 Comments

Related Videos

Show More