Gujarati Poem videos by Jatin Bhatt... NIJ Watch Free

Published On : 10-Aug-2022 07:58pm

157 views

મારે આંગણ ચકલી નો માળો,
' ચિંચી ચિંચી' શોર મચાવે ચકલીઓ ,
ઘરમાં આવતી, માળો બનાવતી, ચિંચી કરતી,
કાચ ને ખટ ખટ કરતી ચકલી,
ને મારી આંખ ખુલી, તો માળો ખાલી ખાલી ,
ને હું પણ ખાલી ખાલી,
એક દાણો ચોખાનો ને એક દાણો દાળનો લાવતા ચકો ચકી ,
બચ્ચાં ના ચાંચ માં ચાંચ નાખી ખવડાવતી ચકલી ,
' ચિંચી ચિંચી' શોર મચાવતી ચકલીઓ ક્યાં ગઈ? ,
આસફાલ્ટ ના રોડ,કોંક્રિટ ના જંગલોમાં અને કર્કશ અવાજો વચ્ચે ,
' ચિંચી 'શોધવા માટે નું શું કાઈં ઈનામ રાખ્યું છે ???
આંખ કાન તરસે છે હવે ચકો ચકી માટે ' નિજ '
કે પછી હવે બતાવીશું ઝૂ માં? કે દેશી હિસાબ ના ફોટા માં?
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)

0 Comments

Related Videos

Show More